પ્રેરણા પરિમલ
વાચનમાં તલ્લીન...
(તા. ૦૫-૦૨-૨૦૦૮, મુંબઈ)
સ્વામીશ્રીને પગની પિંડીમાં અને ગરદનમાં દુખાવો થતો હોવાથી તેઓને ફિઝિયોથેરાપીની સારવાર આપવામાં આવી રહી હતી. ફિઝિયોથેરાપી દરમ્યાન સમયનો સદુપયોગ કરતાં સ્વામીશ્રીએ 'લિ. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ' પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. એકાદ દિવસ નહીં, અઠવાડિયાંઓ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. લગભગ દોઢેક કલાકમાં પચાસ જેટલાં પાનાં એકાગ્રતાથી સ્વામીશ્રી વાંચતા રહે. એક વખત જે આસન ઉપર વિરાજ્યા એ આસન ઉપર વાચવાનું શરૂ કર્યા પછી કોઈ પણ પ્રકારની પોઝિશન બદલ્યા વગર સ્વામીશ્રી એકાગ્રતાથી પુસ્તકનું વાંચન કરવામાં એટલા તલ્લીન થઈ જાય કે થેરાપી પૂરી થયા પછી પણ તેઓની નજર પુસ્તકમાંથી હટવાનું નામ ન લે ! જો સેવકો એમ ન કહે કે 'હવે પૂરું થયું' તો વાંચવાનું પણ ચાલુ રહે ! જ્યાં સુધી એ પ્રસંગ અથવા તો પ્રકરણ પૂરું ન થાય ત્યાં સુધી તેઓ વાંચતા રહે ! ક્યારેક તો સ્વામીશ્રીની એ તલ્લીનતા જોઈને સૌને એવો અનુભવ થતો કે સ્વામીશ્રી એવી રીતે પુસ્તકનું વાચન કરી રહ્યા હતા, જાણે સામે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન ન હોય !
સ્વામીશ્રીની આ વાચનભક્તિ સૌના હૃદયમાં એક અમીટ છાપ મૂકતી ગઈ.
Vachanamrut Gems
Gadhadã II-1:
Infatuation for the Alluring Vishays
"… Thus, as long as the chitt is attracted by alluring vishays, infatuation cannot be eradicated. Moreover, if the Sant or one's guru or one's Ishtadev - God - should criticise a vishay towards which one's chitt has been lured, one would become upset with them and even malign them; one would not be able to accept their words. Such an experience in one's heart should be known as infatuation…"
[Gadhadã II-1]