પ્રેરણા પરિમલ
બીજે સુખ મનાય છે એ અજ્ઞાન છે...
(તા. ૦૬-૦૧-૨૦૦૮, મુંબઈ)
સાંજે રૂમમાં જ ભ્રમણ માટેનું મશીન તૈયાર થતાં સ્વામીશ્રી વોકિંગ માટે પધાર્યા. ડૉક્ટરોની સતત નજર હેઠળ આ વૉકિંગ ચાલી રહ્યું હતું. પાંચ મિનિટના અંતે સ્વામીશ્રીને હાંફ ચડ્યો છે કે નહીં એ જાણવા માટે યોગીચરણ સ્વામીએ કહ્યું કે 'એક લાંબું વાક્ય બોલો.'
સ્વામીશ્રી થોડીવાર સામે જોઈને મંદ મંદ હસતાં હસતાં કહે : 'ભગવાન ભજવામાં જેવું સુખ છે એવું બીજે ક્યાંય નથી, બીજે સુખ મનાય છે એ અજ્ઞાન છે.' સામાન્ય વાક્યમાં પણ સ્વામીશ્રીની અંતરની રુચિ અને ભાવના પ્રગટ થઈ.
Vachanamrut Gems
Panchãlã-3:
Uprooting Desires and Developing Love for God
"Realising this, one should uproot the indriyas, the antahkaran and the vishays from the jiva and develop love for God - only that is appropriate. As long as one has not uprooted them, one should extract work from them in the form of the darshan, touch, etc., of God…"
[Panchãlã-3]