પ્રેરણા પરિમલ
આ તો અમારી પ્રકૃતિ છે...
(તા. ૦૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
સી.કે. પીઠાવાલા, ચંદ્રવદન પીઠાવાલા અને મહેશ પીઠાવાલા સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સી.કે. પીઠાવાલાએ વાતચીત દરમ્યાન બ્રહ્મવિહારી સ્વામીને કહ્યું : 'બાપાએ હમણાં સંપૂર્ણ આરામ કરવો જોઈએ. આ ઉંમરે પણ તેઓ ખૂબ પરિશ્રમ લઈ રહ્યા છે. તેમણે કોઈને મળવું ના જોઈએ.'
બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામીશ્રીને જ્યારે આ વાત કરી ત્યારે સ્વામીશ્રી કહે : આ તો અમારી પ્રકૃતિ છે. મળ્યા વગર રહેવાય જ નહીં.' આટલું કહેતાં જમણા હાથે ચપટી વગાડતાં સ્વામીશ્રી કહે, 'હરિભક્તોને મળવા માટે ચટપટી થાય છે.'
હરિભક્તો પ્રત્યે સ્વામીશ્રીની કરુણા અને વત્સલતાનું આ વિરલ દર્શન હતું!
Vachanamrut Gems
Panchãlã-1:
Realising the Worldly Pleasures to be Insignificant
"In this way, realising the intensity of the bliss of God, one who is intelligent realises all other pleasures related to vishays to be insignificant…"
[Panchãlã-1]