પ્રેરણા પરિમલ
હતાશા નહીં, શુભ આશા...
એક યુવક સ્વામીશ્રીની મુલાકાતે આવ્યો. લગ્ન થયે ૬ વર્ષ થયાં હતાં પણ તેને સંતાન ન હતું. સંતાનની ચિંતામાં તે ડિપ્રેશનમાં આવી ગયો અને છેવટે વ્યસનના રવાડે ચડી ગયો હતો.
સ્વામીશ્રી તેને આશીર્વાદ આપતાં કહે, 'તમાકુ ખાવાથી અથવા દારૂ પીવાથી કાંઈછોકરા ઓછા થવાના છે ? એનાથી તો ઊલટી તકલીફ વધશે ને તારું જીવન પણ બરબાદ થશે. માટે એ બધું મૂકીને ભગવાનનો આશરો દૃઢ કર, ભગવાનને પ્રાર્થના કર, ભગવાનની જે ઇચ્છા હશે એમ થશે.'
સ્વામીશ્રીના સાંનિધ્યમાં એ યુવક હતાશામાંથી બહાર નીકળીને મંગલ આશા સાથે વિદાય થયો.
Vachanamrut Gems
Panchãlã-4:
When God is Present as a Human, does He Leave His Divine Abode Empty?
"… Therefore, God suppresses His own divine powers and gives darshan exactly like a human. But at the same time, He still remains present in His own abode. Only when God comes as a human are people able to do His darshan, touch Him, and offer the nine types of bhakti."
[Panchãlã-4]