પ્રેરણા પરિમલ
ચરખડી ગામનાં એક મહિલા ...
ચરખડી ગામનાં એક મહિલા કાર્યકર પોતે અભણ છે. કથા સારી રીતે કરી શકે એ માટે તેઓ મોટી ઉંમરે ભણ્યા. અત્યારે 'ઉપાસના' પર અદ્ભુત કથા કરી શકે છે. તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે, કારણ કે તેઓના પતિ ૩૦ વરસથી બીમાર હોવાથી કંઈ કરી શકતા નથી. એટલે આ મહિલા કાર્યકર પોતે મજૂરી કરીને કુટુંબને ચલાવે છે. આટલી બધી આર્થિક પરિસ્થિતિની વિપરીતતા વચ્ચે એક પણ મિટિંગમાં તેઓ ગેરહાજર રહ્યાં નથી અને ક્યારેય સંસ્થા પાસેથી ભાડાના પૈસા પણ લીધા નથી. જો ક્યારેક આખો દિવસ સત્સંગ માટે કાઢવાનો થાય, તો રાત્રે કો'કના ખેતરમાં પાણી વાળવાની મજૂરી કરવા જાય. પુરુષને પણ જ્યાં બીક લાગે ત્યાં પોતે મહિલા હોવા છતાંય રાત્રે ખેતરમાં કામ કરે અને પૂછીએ તો કહે, 'મહારાજ- સ્વામી મારી ભેગા છે, પછી મને કોની બીક લાગે.' આવાં જબરજસ્ત નિષ્ઠાવાળાં છે.
અમરનગર-વડીયાનાં એક મહિલા કાર્યકરના પતિ વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હતા. નાની ઉંમરનો દીકરો અને કુટુંબની બધી જવાબદારી તેમના માથે હતી. એક દિવસ મહિલા કાર્યકરો તેમના ઘરે સભા કરવા ગયાં. આ મહિલા કાર્યકરે ખૂબ ઉત્સાહપૂર્વક અને પ્રેમથી સભા કરાવી. સભા પૂરી થયા પછી બીજાં મહિલા કાર્યકરોને ખબર પડી કે ગઈકાલે જ તેઓના જીવનનિર્વાહની એક માત્ર દુકાન આગમાં સળગી ગઈઅને માલ સંપૂર્ણ બળી ગયો હતો. દુકાનનો વીમો પણ ન હતો, છતાં કોઈપણ પ્રકારનું દુઃખ રાખ્યા વગર મહારાજ અને સ્વામીની ઇચ્છા માનીને તેઓ સ્વસ્થ રહ્યાં હતાં.
ગોંડલનાં એક મહિલા કાર્યકર મોટી ઉંમરનાં છે. ૧૭ વર્ષથી નિયમિત ગામડે સત્સંગસભા કરવા જાય છે. અભણ હોવા છતાં ખૂબ સારી કથાવાર્તા કરે છે. તેમને અલસરેટીવ કોલાઈટીસ્ટ જેવી ભયંકર અને અસાધ્ય બીમારી હોવા છતાંય તેઓ ક્યારેય સત્સંગ કરાવવામાં પાછાં પડ્યાં નથી.
Vachanamrut Gems
Loyã-6:
The Foundations of All Endeavours
"Of the dharma-related endeavours, if one maintains the vow of non-lust, all other endeavours will develop. Of the God-related endeavours, if one keeps the conviction of God, then all of the others will develop."
[Loyã-6]