પ્રેરણા પરિમલ
ગોંડલના એક મહારાષ્ટ્રીયન ...
વિપરીત સ્થિતિ અને પરિસ્થિતિમાં પણ મહિલાઓ દૃઢતાથી સત્સંગનું કેવું કાર્ય કરે છે, એના ઘણા પ્રસંગો શૈલેષ સગપરિયાએ સ્વામીશ્રી આગળ રજૂ કર્યા.
ગોંડલના એક મહારાષ્ટ્રીયન બહેન છે. તેમના પતિ નથી. તેમનો વીસ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો હતો. સત્સંગી બહેનો જ્યારે સાંત્વના આપવા તેમના ઘરે ગયા ત્યારે તેમને આ યુવાન પુત્રના ધામમાં જવાનું કોઈ દુઃખ જ ન હતું. સત્સંગ એટલો દૃઢ હતો કે આવી વિષમ પરિસ્થિતિમાં પણ એકપણ સત્સંગસભા પાડી નથી, મંદિરે આવવાનું ચાલુ જ રાખ્યું હતું.
ગોંડલનાં એક યુવતીનાં લગ્ન જેતપુરમાં થયાં હતા. તેમના સાસરિયાનો ધર્મ જુ દો હોવાથી શરૂઆતથી જ આ યુવતીને ઘણાં અપમાનો અને વિઘ્નનો સામનો કરવો પડ્યો હતો. હેરાનગતિ ઘણી થતી હતી, છતાં તેઓએ દૃઢતા રાખી. શાકભાજી અને છાશ લેવાના બહાને બહાર જઈને બીજાને સત્સંગની વાતો કરતાં. આ બાજુ લગ્નના આઠ વર્ષ થયાં હોવા છતાંય તેમને કોઈસંતાન હતું નહીં, એટલે સાસરિયાઓ તરફથી વધારે હેરાનગતિ થતી, છતાં ધીરજથી કામ લીધું. અને એમની ધીરજને કારણે આજે આખું કુટુંબ બી.એ.પી.એસ.નું સત્સંગી થઈ ગયું છે. કુટુંબની ૨૦થી ૨૫ મહિલાઓને સત્સંગની દૃઢતા આ યુવતીએ કરાવી છે. ભગવાને પણ એવી કૃપા કરી કે આઠ વરસે તેમના ઘરે દીકરાનો જન્મ થયો.
દેરડીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બંધાઈ રહ્યું હતું, તે નિમિત્તે એક મહિલા કાર્યકરે પોતાના પતિ પાસેથી અઢી લાખ રૂપિયાની સેવા કરાવી હતી. એટલું જ નહીં આ કાર્યકર બહેને તેમના પતિને કહ્યું કે તમારી સેવા થઈ ગઈ પણ મારી સેવા રહી ગઈ છે, માટે મારે પણસેવા કરવી છે. એમ કહીને પોતાના કરિયાવરની અંગત બચત જે ફિક્સ ડિપોઝિ ટરૂપે હતી તે બધી ઉપાડીને મંદિર માટે સેવામાં આપી દીધી. તો પતિએ રાજી થઈને બીજા પચ્ચીસ હજાર રૂપિયા ઉમેરીને દાનમાં આપી દીધા.
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj's Method of Worship
"… Despite being able to constantly see this mass of divine light, I am not attracted by it; I experience profound bliss only from the darshan of God's form. This is My method of worship."
[Loyã-14]