પ્રેરણા પરિમલ
જીવનમાં સત્સંગ પ્રધાન રાખવો
પરદેશથી આવેલા કિશોરો યુ.કે.ના અંબરીષ પટેલ, જય પટેલ, દિવ્યકાન્ત તથા દર્શન આશિયર, શ્રી પટેલ, નેહલ પટેલ, નીરલ વેકરિયા, જેસલ પુરુષોત્તમ, હિતેષ દેપાલા અને કિસન પટેલ, અમેરિકાના પરાગ ચોકસી (શિકાગો) તથા કિસન પટેલ (એલ.એ.) અને દારેસલામના પવન તથા વીર પટેલને સ્વામીશ્રીના ઠાકોરજીનાં વાઘા તથા ઘરેણાં કરાવવાની ઇચ્છા હતી એ નિમિત્તે દરેક કિશોરે પાંચસો પાંચસો રૂપિયા ઉઘરાવીને અત્યારે સ્વામીશ્રીના સાન્નિધ્યમાં ઠાકોરજીને ૫૦૦૧ રૂપિયા અર્પણ કર્યા. સૌને આશીર્વાદ આપતાં કહે : 'આ રીતે તમે સેવા કરી એ તો સારું જ છે, પણ અહીં રહ્યા અને સેવા-સમાગમ તથા સત્સંગ કર્યો એ મોટામાં મોટી સેવા છે. આપણે પરદેશમાં રહીએ પણ નિયમધર્મ બરાબર સાચવવા. માબાપની બરાબર સેવા કરવી, અભ્યાસ પણ બરાબર કરવો, સત્સંગમાં આવીએ છીએ તો સત્સંગ પણ બરાબર કરવો. ધ્યાન રાખીને અભ્યાસ કરવો. જીવનમાં સત્સંગ પ્રધાન રાખવો. પાઠપૂજા નિયમધર્મ બરાબર રાખવા. સત્સંગ મોળો ન પડે એ જોવું. અને બીજાને પણ સત્સંગ કરાવવો.' આટલું કહ્યા પછી સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા. બધા જ કિશોરો સ્વામીશ્રીની આજુબાજુ ગોઠવાઈ ગયા. એક કિશોરે ફોટો પાડ્યો.
સ્વામીશ્રી : 'આ ફોટો ક્યાં પાડ્યો ?'
'ત્યાં...' દિવ્યકાન્તે ફોટોગ્રાફર સામે નિર્દેશ કર્યો એટલે સ્વામીશ્રીએ કહ્યું 'ક્યાં ?'
'અંતરમાં.' દર્શને કહ્યું.
દિવ્યકાન્ત કહે : 'એવો ફોટો પડે કે સીધા જ અક્ષરધામના વીઝા મળી જાય.'
સ્વામીશ્રી કહે : 'મહારાજની આજ્ઞા બરાબર પાળશો એટલે ઠેઠ અક્ષરધામ સુધીના વિઝા મળી જશે.'
Vachanamrut Gems
Gadhadã II-39:
Even those who are Brahmarup must Offer Bhakti
“… Even those who have attained the brahmarup state, like Shukji, must also worship and offer bhakti to Shri Krishna Bhagwãn. Also, as mentioned in the tenth canto, even the likes of Shukji should narrate and listen to the divine incidents of God…”
[Gadhadã II-39]