પ્રેરણા પરિમલ
મહેનત કરો તો બધું જ મળશે...
સૌરાષ્ટ્રના એક હરિભક્ત પોતાના સુપુત્ર સાથે સ્વામીશ્રીના દર્શને આવ્યા. એ હરિભક્ત સ્વામીશ્રીને કહે, 'મારા દીકરાને હંમેશાં મરવાના વિચાર આવ્યા કરે છે. બધી રીતે શાંતિ છે, છતાં પણ ઉગ્ર થઈ જાય છે ને હતાશ થઈ મરવાના વિચારો કરે છે.'
સ્વામીશ્રી એ હરિભક્તના પુત્રને વહાલથી કહે, 'આપણે મરવું શું કામ? ભગવાને આપણને હાથ-પગ આપ્યાં છે. મહેનત કરો તો બધું જ મળશે, માટે આજથી મરવાના વિચાર કરવાનું મૂકી દે અને મહેનત કરવાના વિચાર કર. ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને ગુસ્સો તો ક્યારેય કરવો જ નહીં.'
ખરેખર, સ્વામીશ્રીનું પ્રેમાળ વાત્સલય આવા કેટલાય યુવાનોને નવું વાતાવરણ અને નવું ભવિષ્ય સર્જી આપે છે.
Vachanamrut Gems
Loyã-10:
The Experiences of a Person With the Gnan of & Attma and Paramatma
"… Such a person, even if he is amongst people, feels as if he is in the forest; and though he may be in the forest, he experiences more happiness there than one does from ruling a kingdom."
[Loyã-10]