પ્રેરણા પરિમલ
મહેનત કરવા માંડો...
એક મુમુક્ષુ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેમના ભાઈએ તેમની સાથે દગો કરીને ધંધો અને મિલકત બંને પડાવી લીધી હતી. આ કારણથી તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેમનો સ્વભાવ પણ વિચિત્ર થઈ ગયો હતો. થોડી થોડી વારે તેઓ ચિડાઈ જતા હતા. આવા ચિડિયા સ્વભાવને લીધે ઘરમાં પણ વાતાવરણ તંગદિલી વાળું રહેતું હતું.
સ્વામીશ્રીએ તેને પ્રેમથી સમજાવતાં કહ્યું, 'ડિપ્રેશ થવાથી પૈસા ઓછા આવવાના છે? થઈગયું એ થઈગયું. હવે બધું ભૂલી જાવ અને મહેનત કરવા માંડો. પૈસા આજે નહીં, તો કાલે આવશે. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન સારું કરશે.'
હાર્યાને કેવી હામ! સ્વામીશ્રીના શબ્દે શબ્દમાંથી જીવનરસ પ્રગટી રહ્યો હતો.
Vachanamrut Gems
Panchãlã-3:
Treating the Indriyas and Antahkaran Like Criminals
"Moreover, just as the British arrest a criminal and keep him standing in a witness box to question him, without freeing him or trusting him, in the same way, the indriyas and the antahkaran should be kept in a witness box and in chains in the form of the niyams of the five religious vows, and then they should be made to offer bhakti to God. They should not, however, be given any gratitude; they should be looked upon only as enemies…"
[Panchãlã-3]