પ્રેરણા પરિમલ
આજે સાંજે 'ચિત્રલેખા' સામયિકના...
આજે સાંજે 'ચિત્રલેખા' સામયિકના સબ એડીટર અને સત્સંગીબંધુ કેતનભાઈ મીસ્ત્રી સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. આજે તેમની વીસમી લગ્ન એનીવર્સરી હોવાથી ખાસ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે જ આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને કહે, 'બી.એ.પી.એસ.ને ૧૦૦ વર્ષ થયા છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિકાસમાં આપ માર્ગદર્શક પણ છો અને સાક્ષી પણ છો. આ ૧૦૦ વર્ષના ગાળામાં આપને કેવી ભાવના થાય છે અને આપનો શો સંદેશ છે ? શતાબ્દીની સાચી ઉજવણી કઈરીતે થાય ?'
સ્વામીશ્રી કહે, 'શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સાધુતા એ જ બી.એ.પી.એસ.ના વિકાસનું મૂળ છે. એમણે સાધુતા રાખીને નિર્માનીપણે પોતાનું કામ કર્યું. પોતાને સહન કરવું પડ્યું, વિક્ષેપ પણઘણા આવ્યા, પરંતુ એમના મનમાં સિદ્ધાંત નક્કી હતો કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. ભક્તે સહિત ભગવાનની ઉપાસના એ વૈદિક જ્ઞાન છે જેને શાસ્ત્રમાં બ્રહ્મ અને પરબ્રહ્મ કહે છે. આ વૈદિક જ્ઞાન સાચું છે અને મહારાજ આ જ્ઞાનને પ્રવર્તાવવા માટે પધાર્યાહતા. આ વાત એમના જીવમાં નક્કી થઈ અને સાચી વાત સૌને પહોંચે એ માટે એમણે કાર્ય ઉપાડ્યું. એમનો ધ્યેય સાચો હતો અને શાસ્ત્રીજી મહારાજ ધ્યેયનિષ્ઠ હતા. એટલે એમણે નક્કી જ કર્યું કે સાચી વાત છે તો બધાને કરવી. ભલે વિઘ્ન આવે અને એ કામ તેઓએશરૂ કર્યું. ને ધીરે ધીરે એમની સાધુતા, વિદ્વત્તા અને સહનશીલતાને લીધે સૌને આ જ્ઞાન સમજાવવા માંડ્યું. મૂળ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે તેઓ વર્તતા. એટલે બધાને ભાવના થઈ કે સાધુ સારા છે ને સિદ્ધાંત પણ સાચો છે. આ રીતે સંપ્રદાય આગળ વધ્યો છે. યોગીજી મહારાજ પણ આર્ષદ્રષ્ટા હતા. એમણે પણબાળ, કિશોર, યુવા મંડળોની શરૂઆત કરી અને ભણેલા-ગણેલા યુવાનોને સાધુ કર્યા ને પરદેશમાં પણ જવાનું થયું. આફ્રિકામાં જઈને તેઓએસત્સંગ કરાવ્યો અને પછી લંડન પણ ગયા. મંદિરો કરીને પ્રતિષ્ઠા કરી. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બંને દિવ્ય પુરુષો હતા, એકદમ સાધુતા. જીવન એટલું પવિત્ર હતું અને બધા પ્રત્યે દિવ્યભાવ. એટલે એ રીતે કાર્યઆગળ વધ્યું. એમણે અનેક સંકલ્પો કર્યાહતા. દેશ અને પરદેશમાં સત્સંગ વધે, દિલ્હીમાં અક્ષરધામ થાય. એમના આ સંકલ્પો પ્રમાણે કામ થયાં. મંદિરો પણ થયાં, સત્સંગ પણ વધ્યો પણ મુખ્ય કારણ હતું સાધુતા.'
Vachanamrut Gems
Loyã-14:
Shriji Mahãrãj Dislikes Those...
"… I have a strong dislike for those who have anger, egotism or jealousy…"
[Loyã-14]