પ્રેરણા પરિમલ
દિલમાં છો ને...
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા માટે આસન પર બિરાજ્યા હતા. સામે બે મોટી બેગ પડી હતી. આજુ બાજુ પરદેશથી આવેલા સાધકો ઊભા હતા. સ્વામીશ્રીને તેઓ કહે, 'અહીં અમે જોઈએ છીએ કે રોજ કોઈને કોઈ મંદિરમાંથી અન્નકૂટનો પ્રસાદ આવે છે. હજી સુધી પરદેશથી પ્રસાદ આવ્યો નથી. એટલે અમે ગઈકાલે જ અમેરિકા અને લંડન ફોન કર્યો કે તમે પણ પ્રસાદ મોકલો. અને ઓવરનાઇટ ડિલીવરીમાં પ્રસાદ આવી પણ પહોંચ્યો છે.' આટલું કહેતાં સાધકો બેગ તરફ ગયા અને બેગની ચેઈન ખોલી ત્યાં તો બેગમાંથી બે સાધકો ઊભા થયા.
તેઓને જોતાં જ સ્વામીશ્રી આશ્ચર્ય સાથે હસી પડ્યા અને કહે, 'ઓ...હો...હો... આ તો બહુ મોટો પ્રસાદ આવ્યો !'
યોગેશ અને કેતક કહે, 'અમે બધા આપના પ્રસાદ છીએ. આપ કોને અંગીકાર કરશો ?'
'બધાને.'
'પણ અમે પત્તરમાં સમાઈશકીએ એમ નથી.'
સ્વામીશ્રી કહે, 'દિલમાં છો ને, એમાં બધું આવી ગયું.'
Vachanamrut Gems
Loyã-17:
Not Being Able to Fall From the Holy Feet of God
"… Similarly, one who has realised the greatness of God cannot be made to fall from the holy feet of God even by God Himself. Could he, then, be made to fall by any other object? Of course not."
[Loyã-17]