પ્રેરણા પરિમલ
આપ ખૂબ ભીડો વેઠો છો...
ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા અને રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ શ્રી નીતિન ભારદ્વાજ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. મુલાકાત દરમ્યાન વજુભાઈસ્વામીશ્રીને કહે, 'હજી આ ઉંમરે પણ આપ ખૂબ ભીડો વેઠો છો.'
સ્વામીશ્રી તરત જ કહે, 'શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે ભીડો વેઠ્યો છે, જે રીતે સેવા કરી છે, એવી સેવા તો આપણે ક્યાં કરી શકીએ છીએ? એમણે તો રાતદિવસ જોયા વગર સેવા કરી છે અને એ દા'ડે તો એવાં સાધનો પણ નહીં. ગાડું મળે તો ગાડામાં જવાનું થાય અને ના મળે તો પગે ચાલીને જવું પડે છતાં પણ બેસી રહ્યા નથી. આપણે તો શાંતિ છે, એમના જેટલો ક્યાં ભીડો વેઠીએ છીએ !'
Vachanamrut Gems
Panchãlã-1:
The Necessity of Thinking of the All-Superior Bliss of God
"… Without applying this thought, if one's vrutti does become attached to alluring vishays, it will barely become detached - and that too, after much effort. As for one who has applied this thought, however, very little effort is involved in withdrawing one's vrutti; one can easily realise the vanity of the vishays."
[Panchãlã-1]