પ્રેરણા પરિમલ
સવાયો ધર્માદો લખાવવો છે...
માતરથી અક્ષરનિવાસી રાજુ ભાઈના સુપુત્ર અને તેઓના પરિવારજનો સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. એક જીવલેણ અકસ્માતમાં રાજુ ભાઈનું તાજેતરમાં જ નિધન થયું હતું. આ સમયે રાજુ ભાઈના સુપુત્ર તેજેન્દ્ર નિર્દેશક હોવાથી ગોષ્ઠિમાં ગયા હતા. ગોષ્ઠિમાં નિયમ પ્રમાણેનું વચનામૃત જુ દું હતું, પરંતુ તેમને આંતરિક પ્રેરણા થઈ અને અંત્યનું ૩૦મું વચનામૃત કાર્યકર પાસે વંચાવ્યું. જ્યારે આ વચનામૃત વંચાવ્યું ત્યારે તેમને સ્વપ્ને પણખ્યાલ ન હતો કે આ સમજણ મારે જ ઉતારવાની થશે. તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમના નાના સુપુત્રએ સમાચાર આપ્યા કે દાદા ધામમાં ગયા છે. આવા આપત્કાળના સમયે પણ તેમની સમજણ કળાઈ ઊઠી. સહેજ પણવિચલિત થયા વગર અકાળે અને યુવાનવયે પિતાજીનું અવસાન થયું હોવા છતાં મોં ઉપર કોઈપણ પ્રકારનો ભાવફેર જણાવ્યા વગર તેઓએ સત્સંગમંડળમાં ફોન કરીને કહ્યું કે 'આજે મારા બાપુજી ધામમાં ગયા છે, તો અમારા તરફથી પ્રસાદ કરજો.' સત્સંગની દૃઢતા અને સંસ્કારોને કારણે જ તેઓના પરિવારમાં શાંતિ જળવાઈરહી હતી.
આજે સ્વામીશ્રીને મળતી વખતે ખુમારીથી તેમને કહ્યું કે, 'ગઈ સાલ અમે ડાંગરનો જેટલો ધર્માદો લખાવ્યો હતો એનાથી સવાયો ધર્માદો અમારે લખાવવો છે.'
સ્વામીશ્રી પણ બે ઘડી અચકાયા, સ્વામીશ્રી કાંઈ કહે એ પહેલા જ તેઓએ કહ્યું, 'શતાબ્દી ટાણું ફરી ક્યાંથી આવવાનું છે? એટલે અમે આ સેવા કરીશું.' સૌની આવી સમજણ જોઈને સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને તેની સમર્પણ ભાવનાને વંદી રહ્યા.
Vachanamrut Gems
Loyã-17:
Means to Develop an Aversion For The Panchvishays
Then Muktãnand Swãmi asked another question, "Mahãrãj, how can such an aversion for the panchvishays be developed?"
Shriji Mahãrãj explained, "The principal means for developing such an aversion for the panchvishays is the knowledge of God's greatness, and thereafter, ãtmã-realisation and vairãgya."
[Loyã-17]