પ્રેરણા પરિમલ
કરુણાવર્ષા...
સ્વામીશ્રી સૂવા માટે જઈ રહ્યા હતા. સામેના કાચમાંથી સંતો અને હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા. ત્યાં ખૂણામાં બેઠેલા ભીમા ઉપર સ્વામીશ્રીની નજર પડી. ભીમાને આંખે નંબરનાં ચશ્માં આવી ગયા હતા.
એટલે સ્વામીશ્રી કહે, 'આને વળી ચશ્માં આવી ગયા !' ભીમો દશેક વર્ષનો હશે ત્યારથી સંસ્થામાં રસોઇયા તરીકે સેવા આપી રહ્યો છે એમ કહીને સ્વામીશ્રીએ ભીમાને અંદર બોલાવ્યો. પછી એના વ્યવહારની ઝીણામાં ઝીણી બાબતોમાં રસ લઈને એને ખૂબ સ્મૃતિ આપીને આશીર્વાદ આપ્યા.
એક અદના આદમીની પણ ખેવના સૂતાં સૂતાં સ્વામીશ્રીએકરી. સ્વામીશ્રીની આ કરુણાવર્ષા સૌનાં હૈયાંને સ્પર્શી ગઈ.
Vachanamrut Gems
Loya-6:
Not Staying in Adverse Circumstances
"… Further, if adverse times are prevailing and riots are taking place, then even if it is God's command to stay, one should leave that place; but one should not stay there and suffer beatings."
[Loyã-6]