પ્રેરણા પરિમલ
પેંગડે પગ અને બ્રહ્મઉપદેશ એમાં કાંઈ ન સમજા
તા. ૨૫-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૫, સોમવાર, બોચાસણ
એક હરિભક્ત સ્વામીશ્રી પાસે આવ્યા. તેઓ લંડન રહેતા હતા. લંડન ગયા પછી સત્સંગના યોગમાં આવીને સત્સંગની ખૂબ જ દૃઢતા થઈ હતી, પરંતુ અહીં રહેતા તેઓના ભાઈ હજી ભગવાનમાં જ માનતા ન હતા. એ વાત કરતાં તેઓએ કહ્યું : ''આ મારા મોટા ભાઈ એમ જ કહે છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. અમે ગમે એટલી દલીલ કરીએ તો અમને કહે છે કે 'તમને દેખાયા ?' આમ કહીને અમારી વાતો કાપી નાખે છે. અહીં પણ નહોતા આવતા, પણ મેં એમને કહ્યું કે 'ફક્ત એક જ વાર પ્રમુખસ્વામીનાં દર્શન કરી લ્યો. પછી તમારે મંદિરમાં ન આવવું હોય તો ન આવતા.'' તેઓની વાત સાંભળીને ધીરજપૂર્વક સ્વામીશ્રીએ તેઓના મોટાભાઈને કહ્યું : 'અમથા આવીને પણ કથાવાર્તામાં બેસો તો પણ તમને સમજાય કે ભગવાન છે કે નહીં ? પેંગડે પગ અને બ્રહ્મઉપદેશ એમાં કાંઈ ન સમજાય.' ત્યારપછી સામાન્ય સહજ દલીલો કરતાં સ્વામીશ્રી કહે : 'આ વરસાદ કઈ રીતે પડે છે ? સૂર્ય નિયમિત કઈ રીતે ઊગે છે ? ભગવાનની રચના જ એવી અલૌકિક છે. એ ભગવાનને લીધે જ આપણી બુદ્ધિ પણ ચાલે છે. વૈજ્ઞાનિકો પણ આ વાત જ કહે છે. અનંત આશ્ચર્ય દેખાય છે એ બધા જ ભગવાનનું કર્તૃત્વ છે. માણસમાંથી માણસ થાય છે. પશુમાંથી પશુ થાય છે. આ બધું કઈ રીતે થાય છે ? આટલું પણ જો વિચારો તો પણ ખબર પડે કે ભગવાન જેવી કંઈ વસ્તુ છે. આપણે અત્યારે હાલીએ, ચાલીએ છીએ એ અંદરના આત્મતત્ત્વને લીધે. જો એ આત્મતત્ત્વ ચાલી જાય તો આપણે એ ના એ જ હોઈએ તો પણ કશું જ ન કરી શકીએ. તો એ સંચાલન કરનાર કોણ છે ? જો ભગવાન આપણી અંદર ન હોય તો બોલીચાલી પણ ન શકાય, હાથ પણ હલાવી ન શકાય. ભગવાન છે તો આપણું અસ્તિત્વ છે. તમે બોલો છો ને મને સારું લાગે છે, હું બોલું છું ને તમને સારું લાગે છે એ બધું અંદર ભગવાન છે એટલે, બાકી જો અંદરથી આત્મતત્ત્વ ચાલી ગયું તો ભલે ને સગો ભાઈ હોય તો પણ આપણે એને રાખતા નથી.' સ્વામીશ્રીની વચનામૃત આધારિત અને સરળ દલીલોમાં પણ પેલા નાસ્તિક પીગળી ગયા. દલીલો કરતાં પણ સ્વામીશ્રીની શ્રદ્ધા તેઓને વિશેષ અસર કરી ગઈ અને કંઠી પહેરીને બહાર નીકળ્યા.
Vachanamrut Gems
Vartãl-3:
Turning the Saline to the Sweet
“… Similarly, the great Purush, like the vadvãnal fire, transforms even the ‘salty’ jivas who are like the saline sea water, into ‘sweet’ jivas.”
[Vartãl-3]