પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૮૧
મોમ્બાસા, તા. ૧-૫-'૭૦
બપોરે ૧-૨૫
આજે કરમસદના શ્રી ચીમનભાઈ એસ. પટેલને ઘેર ઠાકોરજી જમાડ્યા બાદ બપોરની કથામાં વરતાલનું ૧૩મું વચનામૃત વંચાવી સમજાવતા હતા. સ્વામીશ્રીએ પૂછ્યું :
'પંડ્યા સાહેબના દીકરા નવીનભાઈ ક્યાં ગયા ? તેમને જમવા નોતરું આપ્યું હતું કે નહિ ?'
'બાપા, આપની સામે જ મારી બાજુમાં જ જમવા બેઠા હતા. આપે પ્રસાદીનો દૂધપાક પણ આપ્યો હતો ને !' શ્રી હર્ષદભાઈએ કહ્યું.
'એ નવીનભાઈ હતા ! આવું છે... ભગવાનનું પણ આવું છે. સામા દેખાતા હોય તો ય જીવને ખબર ન પડે. ભગવાન પુરુષોત્તમનારાયણ મનુષ્ય જેવા બેઠા હોય તોય ખબર ન પડે... આ જ મારા મોક્ષના દાતા... આવા ભાવથી દર્શન કરે તો જ તેની વૃત્તિ ભગવાન સામી તણાય.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]