પ્રેરણા પરિમલ
'વ્યસન કાઢજે તો સુખી થઈશ.'
તા. ૨૫-૬-૨૦૦૫, રાજકોટ
બપોરે ભોજન પછીની કેટલીક મુલાકાતો દરમ્યાન એક હતાશ યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. સ્વામીશ્રી સમક્ષ કહે : 'કાનમાં સિસોટી વાગ્યા કરે છે. મારા મગજમાં ચાલતાં વિચારો કાન દ્વારા કોઈ શક્તિ જાણી જાય છે અને એ વિચારો ખેંચી લે છે. એને લીધે આ અવાજ મને આવ્યા કરે છે.'
સ્વામીશ્રી એની માનસિક પરિસ્થિતિ જાણી ગયા. એટલે તરત જ સ્વામીશ્રી પોતાનો કાન બતાવતાં કહે : 'મનેય આવો અવાજ આવે છે. અવાજ તો કોઈ રોગ હોય તો આવે. કાનની ખામી છે. બાકી કોઈ કશોય અવાજ પકડતો નથી. એ બધા વહેમમાં પડતો નહીં ને 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...' ભજન કરજે.'
બાજુમાં ઊભેલા એના મિત્રે કહ્યું : 'એને વ્યસન પણ છે.'
'મઈ વ્યસનો પેઠા છે એનો આ અવાજ આવે છે. માટે એ કાઢજે તો સુખી થઈશ.'
Vachanamrut Gems
Gadhadã II-36:
Transcending Maya
“In this world, everyone talks of mãyã. I have seen the characteristics of that mãyã as follows: Affection for anything other than God is itself mãyã. In fact, the affection a person has towards his own body and its relatives and towards one who provides for his body exceeds even the extreme affection one has for the panchvishays. Thus, a person who has severed affection for his body and its relations as well as for one who provides for his body is said to have transcended God’s mãyã…”
[Gadhadã II-36]