પ્રેરણા પરિમલ
'ભગવાનનું જ વિચારવું.'
તા. ૨૫-૬-૨૦૦૫, રાજકોટ
સ્વામીશ્રી ઉતારા તરફ જઈ રહ્યા હતા. અત્યારે સ્વામીશ્રીની સાથે ફરી રહેલા બાળક-યુવકોમાંના આનંદ (મુંબઈ), હેતલ (અમેરિકા) તથા અક્ષર - ગાંધીજીના ત્રણ વાંદરાની મુદ્રામાં બેઠા હતા. સ્વામીશ્રી ત્યાં ઊભા રહ્યા. સ્વામીશ્રીએ ત્રણેયને પૂછ્યું, 'આનો અરથ ખબર છે ?' તેઓ સમજાવી ન શક્યા એટલે સ્વામીશ્રીએ ભાવાર્થ સમજાવતાં કહ્યું કે 'એક વાંદરો એમ કહે છે કે જોવા જેવા ભગવાન ને સંત છે. એ જોવા. ટી.વી., અશ્લીલ ફોટાઓ એ બધું ન જોવું. એ જ રીતે બીજો વાંદરો સમજાવે છે કે દુનિયાની વાતો સાંભળવી નહીં. અને ત્રીજો કહે છે કે કોઈ અપશબ્દ એવું બોલવું જ નહીં. ભગવાનના જ ગુણગાન ગાવા.' સાથે ઊભેલા ચોથા સિદ્ધાર્થ મનજીભાઈએ મગજ ઉપર બે હાથી દાબીને કહ્યું, 'ભૂંડા વિચાર પણ ન કરવા.'
સ્વામીશ્રી કહે : 'બરાબર છે. ભગવાનનું જ વિચારવું.' આમ, બાળકોને સંસ્કારનો પાઠ ભણાવીને વિશિષ્ટ સ્મૃતિ આપી.
Vachanamrut Gems
Gadhadã II-31:
The Five Eternal Entities
“… In this way, Purushottam, Purush, ishwar, jiva and mãyã are the five eternal entities…”
[Gadhadã II-31]