પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૮
મોમ્બાસા, તા. ૨૪-૪-'૭૦
બપોરે ૧૨-૪૫
દેશમાં વરસાદ પડ્યો નહોતો, તેથી સ્વામીશ્રી રોજ ધૂન કરાવતા હતા. પણ હજુ દેશમાંથી વરસાદના સારા સમાચાર આવ્યા નહોતા તેથી શ્રી હર્ષદભાઈએ કહ્યું, 'બાપા, આપની ધૂનને ઇન્દ્ર ગાંઠતો નથી.'
'આ ત્રણ દિવસ મોમ્બાસામાં બંધ રહ્યો ને ! કાં સાવ કાઢી નાંખો છો.' સ્વામીશ્રીએ મક્કમપણે કહ્યું. રખે, ધૂનમાંથી કોઈનો વિશ્વાસ ડગી જાય તો ! અને પુરુષનો પ્રભાવ તો પહેલો જ.
- સાધુ ઈશ્વરચરણદાસ