પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૭
મોમ્બાસા, તા. ૨૨-૪-'૭૦
'બાપા, મુંબઈમાં આપણે એક મહાત્માની સભામાં ગયા હતા. મહાત્મા કથા વાંચતા હતા. આપે તેમને નમસ્કાર કર્યા. તોયે તેમણે આપને સામા નમસ્કાર તો ન કર્યા, પણ દૃષ્ટિથી સત્કારવાનો વિવેક સુધ્ધાં દર્શાવ્યો નહિ,' એક હરિભક્તે જૂની વાત ઉખેળતાં કહ્યું.
'આપણે એટલો ગુણ લેવો કે તેઓ કથાના ધ્યાનમાં હતા. તેથી ઊઠ્યા નહિ ને નમસ્કાર કર્યા નહિ. તે સારું કહેવાય.' સ્વામીશ્રીએ શાંતિથી ખુલાસો કર્યો. ગુણગ્રહણ કરતાં શીખવ્યું.
વળી, એ ભક્તે બીજો પ્રશ્ન પૂછ્યો કે 'બાપા, આપ ધ્યાનમાં હો કે માળા ફેરવતા હો કે કથા કરતા હો, તેવામાં કોઈ ભક્ત આવીને 'જય સ્વામિનારાયણ' કહે તો આપ પ્રેમથી તેના તરફ જોઈ, થાપો આપો છો. તો તમને વિક્ષેપ નથી થતો ?'
'હજારો માણસોને આ મારગે ચડાવવા તેમાં અમારી કોઈ ક્રિયામાં અમને વિક્ષેપ થતો માનતા નથી.' સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી. સૌને કલ્યાણને માર્ગે ચઢાવવાનો ધૂધૂબાજ માર્ગ વિક્ષેપવાળો કેમ હોઈ શકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-10:
The Worst Sinner
"There is no sinner worse than the person who does not realise God to be the all-doer…"
[Kãriyãni-10]