પ્રેરણા પરિમલ
સબ દર્દોકી એક દવા
તા. ૫-૫-૨૦૦૫, અમદાવાદ
મુલાકાત દરમ્યાન ૧૮ વર્ષનો એક કિશોર સ્વામીશ્રી પાસે આવ્યો. ધીમા અવાજે સ્વામીશ્રીને કહે : 'મને ભૂત-પ્રેતનો ઉપદ્રવ છે.'
'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરજે.'
'ઘરમાં બધાને ભૂત સતાવે છે.'
'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન બધા જ કરજો.'
'આખા ઘરમાં બધા બીમાર બહુ રહે છે.'
'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરજો.' સ્વામીશ્રીને મન સબ દર્દોકી એક દવા છે - ભજન.
Vachanamrut Gems
Gadhadã II-48:
An Ekantik Bhakta
“… Apart from God, he considers nothing else to be a source of happiness. One who behaves in this manner can be called an ekãntik bhakta of God.”
[Gadhadã II-48]