પ્રેરણા પરિમલ
આંતરવૈભવ
તા. ૧૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૬, મંગળવાર, દિલ્હી
ગાડીમાં વિરાજીને સ્વામીશ્રી ઉતારે પધાર્યા. અલ્પાહાર દરમ્યાન અક્ષરધામના પથ્થરના કાર્યને લગતા સ્ટાફનો પરિચય આત્મકીર્તિ સ્વામીએ કરાવ્યો. મૂળ પાટણના સોમપુરા જ્ઞાતિના સુરેશભાઈ દવે અહીં અક્ષરધામના હાથીઓના ચોટકકામની સેવામાં હતા. તેઓની કુશળતા જોઈને એક અન્ય કંપનીએ તેઓને વારંવાર કહેણ મોકલ્યા કે 'તમે જો અમારા કામમાં આવી જાવ તો તમને બે લાખ રૂપિયા અને પરદેશ મોકલીએ.' સતત બે-ચાર મહિનાઓ સુધી આ લાલચના કહેણ તેઓને મોકલવામાં આવ્યા, પરંતુ તેઓના મનમાં એક ગાંઠ હતી કે આવા ભવ્ય અને દિવ્ય અક્ષરધામની સેવા વારે વારે મળતી નથી અને એટલા માટે તેઓએ જણાવી દીધું કે બે લાખ તો શું દશ લાખ રૂપિયા આપો તો મારે આ સેવા મૂકવી નથી.'
Vachanamrut Gems
Gadhadã II-57:
If a Person Truly Loves God
“Furthermore, if a person truly loves God, he would never develop love for anything else. If there is an object that appears to be dearer to him than God, he would completely discard it. That is true renunciation…”
[Gadhadã II-57]