પ્રેરણા પરિમલ
એક યુવક ...
તા. ૧૧ મે, ૨૦૦૭, નૈરોબી
એક યુવક પોતાનો પ્લાન લઈને સ્વામીશ્રી પાસે આવ્યો હતો. ધંધાના વિસ્તૃતીકરણ માટેનો આ પ્લાન સ્વામીશ્રીએ જોયો. છેલ્લે પૂછ્યું, 'કાંઈ વ્યસન તો વળગ્યું નથી ને ?' એટલે પેલા યુવકના ભાગીદારે કહ્યું કે ક્યારેક ધંધા અર્થે જાય ત્યારે માંસ ખાઈ લે છે.'
સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'આપણે મળવા જઈએ ને કોઈ ઝેર આપે તો ખવાય છે ? એમ આ પણ ન ખવાવું જોઈએ. ધંધો તો થવાનો જ છે, ભગવાનના આધારે થવાનો છે. કોઈના બાળબચ્ચાને ખાઈએ એ કેવું કહેવાય ? કોઈને ત્રાસ કેમ અપાય? માટે સત્સંગ બરાબર કરો અને માંસાહારનો ત્યાગ કરો. પશુને પણ જીવવાનો હક છે. પશુને આપણો આધાર છે ને આપણે પશુના આધારે છીએ. બેય ને પરસ્પર સંબંધ છે. માટે માંસાહાર કરવો જ નહીં.'
સ્વામીશ્રીની આ શીખ તે યુવકે શિરે ચઢાવી અને પ્રતિજ્ઞાબદ્ધ થયો.
Vachanamrut Gems
Loyã-14:
The Nature of Egotism
"What is egotism like? Well, a person with egotism remains arrogant even before those who are superior to him, but he cannot become humble and serve them."
[Loyã-14]