પ્રેરણા પરિમલ
અપૂર્ણપણું મનાય એ મહારાજની દયા
તા. ૩-૫-૨૦૦૫, અમદાવાદ
એક જૂના હરિભક્ત સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સરકારી નોકરી કરતી વખતે તેઓએ સંસ્થાની ઘણી સેવાઓ કરેલી હતી. હવે નિવૃત્ત થયા પછી એક્સીડન્ટને લીધે પગમાં ખોડ આવી જતાં તેઓના અંતરમાં થોડોક ઊણો ભાવ વર્તાઈ રહ્યો હતો કે 'પગમાં ખોડ આવવાને લીધે સેવા બરાબર થઈ શકતી નથી અને અંતરમાં પણ થોડીક અધૂરપ રહ્યા કરે છે.'
સ્વામીશ્રીએ આ સાંભળતાં જ કહ્યું : 'આવી અધૂરપ રહે છે એ ભગવાનની દયા સમજજો. અધૂરું સમજાય એટલે આગળ વધવાની પ્રેરણા મળે. જો પૂરું મનાઈ જાય તો ઠૂઠું આવી જાય. માટે અધૂરું સમજાય છે એની ચિંતા ન કરવી. મહારાજ, સ્વામી મળ્યા છે અને એ જ આપણું કલ્યાણ કરવાના છે. અત્યાર સુધી સેવા થઈ શકી છે અને થાય છે. અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા છે, યોગીબાપાને રાજી કર્યા છે, માટે કંઈ બાકી રહ્યું નથી. અપૂર્ણપણું મનાય એ મહારાજની દયા સમજવી, નહીંતર એમ થાય કે 'હું પૂર્ણ થઈ ગયો ને હવે મારે કંઈ કરવાનું નથી,' તો છકી જવાય.'
સાધનામાર્ગની આવી આંટીઘૂંટી સત્પુરુષ વગર કોણ સમજાવે ?
Vachanamrut Gems
Gadhadã II-46:
Falling from Ekantik Dharma is True Death
“For such ekãntik bhaktas, leaving the body is not considered to be death; rather, for them, falling from that ekãntik dharma is true death. This occurs when an aversion arises in one’s heart towards God or His Sant. It is then that that devotee should be known to have fallen from the dharma of ekãntik bhaktas…”
[Gadhadã II-46]