પ્રેરણા પરિમલ
આંતર વૈભવ
તા. ૦૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, જેઠ વદ ૧૧, શનિવાર, જામનગર
ભાવિકભાઈ પંચાસરા એન.સી.સી.ના કેડેટ છે. તેઓને ઇન્ડિયન મિલેટ્રી એકેડેમીની ટ્રેનિંગ માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું થયું. સમગ્ર દેશમાંથી ફક્ત પાંચ વ્યક્તિઓની આ ઇન્ટરવ્યૂ માટે પસંદગી કરવામાં આવે છે. પસંદગીની પ્રક્રિયામાં ત્રણ ઇન્ટરવ્યૂ હોય છે. ભાવિકભાઈનો પ્રથમ ઇન્ટરવ્યૂ રાજકોટ ખાતે હતો. ઇન્ટરવ્યૂ માટે કર્નલ બેઠા હતા. ભાવિકભાઈના કપાળમાં તિલકચાંદલો જોઈને તેઓએ કહ્યું, 'તિલકચાંદલો ભૂસી નાખ.'
'એ નહીં બને.' ભાવિકે દૃઢતાથી જવાબ આપ્યો, ત્યારે કર્નલે કહ્યું : 'પહેલા ઇન્ટરવ્યૂમાં તો જવા દઉં છું, પરંતુ બીજા ઇન્ટરવ્યૂમાં તિલકચાંદલો કરીને ન આવતા.'
બીજા ઇન્ટરવ્યૂમાં એ જ કર્નલ તથા બ્રિગેડિયર બેઠા હતા. ભાવિકને જોઈને કર્નલે અને બ્રિગેડિયરે કહ્યું કે 'તિલકચાંદલો કાઢી નાખો તો જ તમારો ઇન્ટરવ્યૂ લેવાશે.' ત્યારે ભાવિકભાઈએ કહ્યું : 'તિલકચાંદલો હું હરગીઝ નહીં કાઢું.' એમ કહીને તેઓ ઇન્ટરવ્યૂના રૂમમાંથી બહાર નીકળતા હતા, ત્યારે પાછા બોલાવીને બ્રિગેડિયરે કહ્યું કે 'જો તમે તિલકચાંદલો કાઢી નાખશો તો આગળ કૅમ્પમાં તમારું સિલેક્શન થશે અને જિંદગી બની જશે. આગળ ખૂબ જ સારા ચાન્સીસ છે. તિલકચાંદલો રાખશો તો મોટી ખોટ જશે.' ત્યારે ભાવિકભાઈએ પરખાવી દીધું કે 'તિલકચાંદલો રાખવો એ જ મારા માટે મોટો લાભ છે. તમારે નોકરી આપવી હોય તો આપો, ન આપવી હોય તો આભાર.' આમ કહીને તેઓ રૂમમાંથી બહાર નીકળી ગયા. તિલકચાંદલાના ભોગે તેઓએ નોકરી લીધી નહીં. સારી નોકરીના ચાન્સનો તેઓએ નિયમની દૃઢતા ખાતર ત્યાગ કરી દીધો.
આ પહેલાં પણ એન.સી.સી.ના કૅમ્પમાં તેઓ હાલોલ ગયા હતા. ત્યાં ગયા પછી ખબર પડી કે આ કૅમ્પમાં શુદ્ધ શાકાહારી ભોજન મળશે નહીં. તેથી અથાણું અને સૂકો નાસ્તો ઘરેથી મગાવ્યો ને સતત બાર દિવસ સુધી આ નાસ્તો ને રોટલી ઉપર તેઓ રહ્યા અને નિયમ સાચવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-26:
Accepting Advice Positively
“Moreover, the following practice is observed everywhere: When a king or a guru scolds and rebukes a servant or a disciple, if the servant or disciple accepts it positively, then the king or the guru harbours tremendous affection for him. Conversely, they do not feel affection towards a person who reacts negatively when given such advice. God’s method is similar. When He gives advice to someone, if they accept it positively, He develops affection for them; if they react negatively, however, He does not develop affection for them.”
[Gadhadã II-26]