પ્રેરણા પરિમલ
આશ્વાસન
તા. ૨૮-૬-૨૦૦૫, ભાદરા
મુલાકાત દરમ્યાન એક પરિવારના સભ્યો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓના એક માત્ર સત્સંગી ભાઈને સંજોગોવશાત્ એવી શારીરિક તકલીફ આવી ગઈ અને એ હિંમત હારી ગયો, અને છેવટે એણે આપઘાત કર્યો હતો. આજે એ ભાઈના કુટુંબીઓ સ્વામીશ્રી સમક્ષ વલોપાત કરતાં કહે : 'આટલો સત્સંગી છોકરો હતો અને દવાઓ પણ કરાવી હતી, પરંતુ કશું જ અમારા હાથમાં ન રહ્યું એનો અમને ખૂબ જ રંજ રહે છે. જુવાનજોધ વ્યક્તિ આ રીતે જતો રહ્યો એની અમને ખૂબ જ ચિંતા થાય છે.
સ્વામીશ્રીએ તેઓને શાંતિથી સાંભળ્યા અને આશ્વાસન આપતાં કહ્યું : 'દુઃખ દરેકને થાય એ સ્વાભાવિક છે, સારો છોકરો હતો, પ્રામાણિક હતો, સત્સંગ પણ હતો અને સ્વભાવે પણ સારો હતો, પરંતુ એણે જાણ કર્યા વગર જ સીધો આપઘાત કરી લીધો, તો પછી એમ સમજવું કે એનું આ જ રીતે નિમિત્ત હશે. ભગવાનની જેવી ઇચ્છા એ પ્રમાણે થયું હશે. મૃત્યુ તો દરેકનું હોય છે. એટલે જે રીતે નિર્માણ થયું હોય એ રીતે માણસ જતો હોય છે. આપણે સમય મળ્યો નહીં, પણ એનું દુઃખ કરવું એના કરતાં સમજણ કરવી કે એ આટલું જ આયુષ્ય લઈને આવ્યો હશે અને આપણી લેણદેણ પૂરી થઈ ગઈ હશે. ભક્ત છે એની અવગતિ ન હોય. એટલે એવી કોઈ શંકા કરવી નહીં. એ દુઃખી થયો એટલે ભગવાને ઉપાડી લીધો. હવે આપણે દુઃખ કરવું નહીં. એની પાછળ ભજન કરવું, સમજણ કરવી.
સ્વામીશ્રીએ ધીરજથી તેઓને આશ્વાસન આપ્યું અને જે ભક્ત હોય એની અવગતિ ન હોય એ બળ આપીને તેઓને વિશેષ આશ્વસ્ત કર્યા.
Vachanamrut Gems
Gadhadã III-14:
The Sin of Harbouring Worldly Desires
“… So, because of this sin of harbouring worldly desires, the jiva does not develop affection for God in any way.”
[Gadhadã III-14]