પ્રેરણા પરિમલ
'તમે તમારા અંતરમાં પૂછો.'
તા. ૨૭-૬-૨૦૦૫, રાજકોટ
બપોરે ભોજન દરમ્યાન સામે બેઠેલા હર્ષદભાઈ રાણા(નૈરોબી) કહે : 'આપના સાંનિધ્યમાં આવીએ ત્યારે આપનો ફોટો પડી જાય, પણ વળી પાછો ગુમ થઈ જાય છે, ને બીજા ફોટા આવી જાય છે એનું કારણ શું ?'
'તમે તમારા અંતરમાં પૂછો કે એનું કારણ શું છે ?'
'આપ દૃષ્ટિ કરો તો જ એનું કારણ સમજાય એવું છે.' પંડ્યાએ કહ્યું.
સ્વામીશ્રીની વાતને પુષ્ટ કરતાં હર્ષદભાઈ રાણા કહે : 'આપ એવું બળ આપો કે કાયમ અંતર્દૃષ્ટિ રહ્યા કરે.'
'બળ આપ્યું જ છે. એટલે તો નૈરોબીથી અહીં અવાય છે. બાકી પૈસા કમાવાના મૂકીને કોણ અહીં આવે ?'
'આપ દૃષ્ટિ કરો છો ત્યાં સુધી જ આવું બળ રહે છે.'
'દૃષ્ટિ તો છે જ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બેઠા છે એટલે જ અહીં અવાય છે. બાકી પૈસાનો મોહ મૂકીને કોઈ આવી શકે નહીં.' સ્વામીશ્રીએ હરિભક્તો પોતાનો ધીકતો ધંધો છોડીને લાભ લેવા આવે છે એની પણ નોંધ લીધી અને સાથે સાથે પોતાની અંતર્દૃષ્ટિ પોતે જ કરવાની છે એ સમજણ આપી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-35:
The Four Fundamental Attributes for Liberation
“In this way, observance of one’s dharma, upãsanã of the form of God, listening to and narrating the divine incidents of God’s avatãrs, and chanting His holy name – these four are the only attributes fundamentally necessary for the jiva’s liberation.”
[Gadhadã II-35]