પ્રેરણા પરિમલ
પ્રેમસિંધુ
(તા. ૧૩.૩.૯૮, સારંગપુર)
આજે પુષ્પદોલોત્સવ રંગોત્સવ હતો. લગભગ ૬૦,૦૦૦ ભક્તોને હરિરંગે રંગી સ્વામીશ્રી ઉતારે પધાર્યા. આ વખતે સ્વામીશ્રી ઉપર પણ રંગ ઊડ્યો હતો. ગાતરિયું, ધોતિયું રંગભીનાં હતાં. ભીનાં વસ્ત્રે સ્વામીશ્રી દરવાજા પાસે આવ્યા. અહીં સ્વયંસેવકોએ વંદન કરી આવકાર્યા. સ્વામીશ્રીએ એમને પૂછ્યું, 'તમે રંગોત્સવમાં નહોતા આવ્યા ?'
'ના. અમારી સેવા અહીં હતી.'
'એ...મ !' કહી સ્વામીશ્રીએ ભીનું ગાતરિયું નીચોવ્યું. રંગ જમણી હથેળીમાં ભેગો કર્યો. બંને પર ઉડાડ્યો. ઝાઝો ન હતો. થોડાં ટીપાં, થોડી જણ્ય ઊડી. બંને રંગાયા અને ધન્યતા અનુભવી. ૬૦,૦૦૦ હજાર ભક્તોને રંગતા સ્વામીશ્રીના મુખ પર જે વાત્સલ્ય હતું તે જ વાત્સલ્ય ફક્ત બે ભક્તોને રંગતી વખતે પણ હતું. બંને પર રંગ પડ્યો ન પડ્યો ને અદૃશ્ય થઈ ગયો. પણ અંતર તો હવે પ્રેમરંગથી રંગાઈ નીતરી રહ્યું હતું. આ પ્રસંગ બંને તો નહીં જ ભૂલે પણ આજુબાજુ ઊભેલા ચાર-પાંચ વ્યક્તિ પણ નહીં ભૂલે. આને કહેવાય રંગબિંદુમાં પ્રેમસિંધુ !
Vachanamrut Gems
Vartãl-14 :
For Whom is There no Means for Redemption?
“… there are no means to be redeemed for one who has maligned the Satpurush…”
[Vartãl-14 ]