પ્રેરણા પરિમલ
મહારાજને અર્પણ કરું છુ ...
(તા. ૧૩-૦૧-૨૦૦૮, મુંબઈ)
પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી જ્યારે હરિમંદિરમાં પધાર્યા ત્યારે અહીં હાથમાં કાવડ જેવી ઝોળી લઈને સાધુના વેષ સાથે મયૂર અજમેરા ઊભો હતો. એણે આહલેક જગાવીને કહ્યું કે 'મારાં મમ્મીએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાના પાંચ નિર્જળ ઉપવાસ લેખે મને ૧૫,૦૦૦ રૂપિયા આપ્યા છે એ હું આપને અર્પણ કરું છુ .'
સ્વામીશ્રી તરત જ બોલીઊઠ્યા : 'આપને નહીં, મહારાજને અર્પણ કરું છુ, એમ બોલ.'
દાસત્વભક્તિના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન સ્વામીશ્રી ઠાકોરજીની મર્યાદાનો લોપ ન થાય તેનો અવશ્ય ખટકો રાખે છે.