પ્રેરણા પરિમલ
સાંખ્યની ગંગા
(તા. ૧૩-૬-૯૯, મુંબઈ)
રાતના સ્વામીશ્રી આરામમાં જતા પહેલાં ભક્તોને સ્મૃતિ આપવા રૂમની બહાર આવ્યા. એમની જમણી તરફ ૨૦-૨૫ બાળકો-કિશોરો-યુવકો ઉદાસ ચહેરે લમણે હાથ દઈ બેઠા હતા. સ્વામીશ્રીએ તેમને જોઈ પૂછ્યું, 'કેમ શું થયું ? બધા આમ કેમ બેઠા છે ?'
'બાપા ! ભારત વર્લ્ડ કપ કિક્રેટમાંથી બાકાત થઈ ગયું, એટલે સૌને દુઃખ થયું છે.'
સ્વામીશ્રી બધું સાંભળ્યા પછી શાંતિથી કહે :
'આપણે ટેન્શન ન રાખવું. જીવનમાં નાનાં-મોટાં કામમાં પ્રયત્ન બરાબર કરવો. પ્રાર્થના કરવી. અર્જુનને ભગવાને શું કહ્યું ? તું તારો પ્રયત્ન કર. ફળની ઇચ્છા ન રાખ. માટે આપણે એવી હરખ-શોકની નદીમાં તણાવું નહીં. સાંખ્યવિચાર કરવો. સાંખ્યવિચાર કરવો એટલે શું ? (એક યુવકને) કિક્રેટ રમ્યા જ નહોતા. ત્યાં ગયા તે ખોટું. ત્યાં ગયા જ નહોતા. જીત્યા પણ નથી ને હાર્યા પણ નથી. જીત્યા-હાર્યા તે ખોટું. આપણે કાંકરિયે ગયા ન'તા ને મેળો ભરાયો ન હતો.'
Vachanamrut Gems
Gadhadã II-32:
Without the Bhakti of God
“… Without the bhakti of God, though, vairãgya, ãtmã-realisation and dharma alone are not capable of allowing the jiva to transcend mãyã…”
[Gadhadã II-32]