પ્રેરણા પરિમલ
કળિયુગનો ચમત્કાર
યોગીજી મહારાજને મન ઉપવાસનું કેટલું મહત્ત્વ છે એનો એક અવિસ્મરણીય પ્રસંગ છે. એકવાર સ્વામીશ્રી અમદાવાદથી બોચાસણ ગુરુપૂર્ણિમાને સમૈયે પધાર્યા. ડભાણ થઈને લગભગ રાત્રે ૧૧.૩૦ વાગે બોચાસણ પહોંચ્યા, હજારો હરિભક્તો તેમના દર્શનની રાહ જોઈ રહ્યા હતા. સ્વામીશ્રી ખૂબ જ શ્રમિત હતા છતાં સભામાં બિરાજી સૌને દર્શન અને આશીર્વાદ આપ્યા પછી ઉતારામાં પધાર્યા. લગભગ ૧૨.૦૦ વાગ્યા હતા. બધા ઊંઘથી ઘેરાતા હતા. વિદ્યાનગર છાત્રાલયના ૬૦ યુવકો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. સ્વામીશ્રી સૌને મળ્યા આશીર્વાદ આપતાં એકાએક કહ્યું : 'કાલે બધાએ ઉપવાસ કરવાનો છે. કાલે ગુરુપૂર્ણિમા છે, નિર્જળા ઉપવાસનું બહુ ફળ.'
બધાએ સહર્ષ આ આજ્ઞા ઝીલી લીધી. પંચવિષય પ્રચૂર વાતાવરણમાં વ્રત-ઉપવાસ અને દેહદમનની ભાવના જ્યાં હાંસીપાત્ર ગણાય છે ત્યાં યોગીજી મહારાજના વચને હજારો યુવાનો અને બાળકો નિર્જળા ઉપવાસો કરતા, એ કળિયુગનો એક અદ્ભુત ચમત્કાર રહ્યો છે. ભગવાન પ્રગટ છે એની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પણ કહ્યું, 'અહીં એક ઉપવાસ કરે, બદ્રિકાશ્રમમાં સો ઉપવાસ કરે તે બરાબર છે.' પંચવિષય, જાતિ, સ્વભાવ અને દેહના ખંડનની વાતો તથા આત્મા-પરમાત્માના વિચારની વાતો તો સ્વામીશ્રી પાસે પ્રસંગોપાત થતી જ હોય. દેહદમન અને આત્મવિચારના આ અભિનવ પ્રયોગથી, સ્વામીશ્રીએ યુવાન સમાજમાં ક્રાંતિ આણી છે. ધર્મની જ્યાં છડેચોક લાજ લેવાતી હોય એવા સમાજમાં યોગીજી મહારાજ હજારો યુવાનોમાં નીતિ અને સદાચારનું ઘડતર, મૂંગે મોઢે, નિષ્ઠાપૂર્વક કરી રહ્યા હતા.
Vachanamrut Gems
Gadhadã III-22:
Fruits of Bhakti
“… One who cultivates this inclination of profound, loving bhakti loses all attachment to the panchvishays and is able to maintain ãtmã-realisation without even having to try.”
[Gadhadã III-22]