પ્રેરણા પરિમલ
મહેનત કરો તો બધું જ મળશે...
સૌરાષ્ટ્રના એક હરિભક્ત પોતાના સુપુત્ર સાથે પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવ્યા. એ હરિભક્ત સ્વામીશ્રીને કહે, 'મારા દીકરાને હંમેશાં મરવાના વિચાર આવ્યા કરે છે. બધી રીતે શાંતિ છે, છતાં પણ ઉગ્ર થઈ જાય છે ને હતાશ થઈ મરવાના વિચારો કરે છે.'
સ્વામીશ્રી એ હરિભક્તના પુત્રને વહાલથી કહે, 'આપણે મરવું શું કામ? ભગવાને આપણને હાથ-પગ આપ્યાં છે. મહેનત કરો તો બધું જ મળશે, માટે આજથી મરવાના વિચાર કરવાનું મૂકી દે અને મહેનત કરવાના વિચાર કર. ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને ગુસ્સો તો ક્યારેય કરવો જ નહીં.'
ખરેખર, સ્વામીશ્રીનું પ્રેમાળ વાત્સલય આવા કેટલાય યુવાનોને નવું વાતાવરણ અને નવું ભવિષ્ય સર્જી આપે છે.
Vachanamrut Gems
Kãriyãni-10:
Retaining the Upasana of God
"Furthermore, by the grace of God, those who are devotees of God may become like Brahmã, Shiv, Shukji or Nãrad; they may even become like Prakruti-Purush; or they may become like Brahma or Akshar. However, no one is capable of becoming like Shri Purushottam Nãrãyan. Therefore, just as one shuns a vile person, one should immediately shun the company of those persons and those scriptures that refute the upãsanã of God and break one's master-servant relationship with God."
[Kãriyãni-10]