પ્રેરણા પરિમલ
શાલીનતા
સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને પ્રદક્ષિણામાં પધાર્યા. અહીંની ગૌશાળા સંભાળી રહેલા તપોધન ભગત પ્રદક્ષિણામાં ઊભા હતા. તેઓને સ્વામીશ્રીએ પૂછ્યું, 'કાલે હીરાની અંતિમ વિધિમાં ગયો હતો કે નહીં ? (શાસ્ત્રીજી મહારાજના સમયથી ગૌશાળાની સેવા કરનાર હરિભક્ત હીરાભાઈ ભરવાડ ધામમાં ગયા હતા તે સંબંધમાં)
તપોધન ભગત : 'ગયો હતો.'
સ્વામીશ્રી કહે : 'પાછળની બધી વિધિ આપણે જ કરવાની છે. અસ્થિ ભેગા થયાં હશે. એ લઈને તું ગઢડા જજે. ત્યાં અસ્થિ પધરાવી આવજે. એના દીકારાઓને પણ લઈ જજે. જે કંઈ ખર્ચો થાય એ બધું આપણે જ કરવાનું છે.'
ઠાકોરજીની-સંસ્થાની ભક્તિભાવપૂર્વક સેવા કરનાર અદનામાં અદનો સેવક એ સ્વામીશ્રીને મન સ્વજન બની જાય છે. આ એમની સમદૃષ્ટિનો પરિચય છે.
તા. ૧૧-૧૦-૯૭ના રોજ રઘો ભરવાડ વગેરે ત્રીસેક ભરવાડો સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સભામંડપમાં તેઓને સ્વામીશ્રી મળ્યા. મંદિરમાં આજીવન રહીને ગૌશાળામાં સેવા કરનાર અ. નિ. હીરા ભરવાડના તેરમાના દિવસે સ્વામીશ્રીએ મંદિર તરફથી તેમની જ્ઞાતિને જમાડી હતી. ૧૪ મણ લાડુની રસોઈ અને કારજનો ખર્ચ સંસ્થાએ કર્યો હતો. સ્વામીશ્રીની આવી વ્યવહારુ અને શાલીનતાની અસર સમગ્ર જ્ઞાતિ ઉપર પડી. રઘા ભરવાડે સ્વામીશ્રીને કહ્યું : 'હીરાની ખરી સેવા તો તમે કરી છે. અમારી નાતમાં જયજયકાર થઈ ગયો કે સ્વામીશ્રીએ હીરાની પાછળ કાટિયા સુધીનું બધું કર્યું છે.'
સ્વામીશ્રી : 'હીરો તો અમારો જ માણસ હતો.'
ભરવાડો સ્વામીશ્રીની આ આત્મીયતાને માણી રહ્યા. હીરા ભરવાડ જેવા સામાન્ય જણાતા ભક્ત પ્રત્યેના સ્વામીશ્રીના પ્રેમમાં 'આત્મવત્ સર્વભૂતેષુ'નો મહામંત્ર પડઘાઈ રહ્યો.
Vachanamrut Gems
Gadhadã I-60:
Means to Eradicating Strong Worldly Desires
Then Muktãnand Swãmi asked, “What are the means to eradicate worldly desires?”
Shriji Mahãrãj replied, Firstly, one requires firm ãtmã-realization; secondly, one should realize the insignificance of the panchvishays; and thirdly, one should realize the profound glory of God; i.e., 'God is the master of all abodes - Vaikunth, Golok, Brahmamahol, etc. So, having attained that God, why should I have affection for the pleasures of the vishays, which are futile?' One should think of God's glory in this manner.
[Gadhadã I-60]