પ્રેરણા પરિમલ
હ્યુમન મેનેજમેન્ટના નિષ્ણાત
એક કાર્યકર સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓના સ્વભાવ પ્રમાણે લોકો જે કંઈ કામ કરે એ પરફેક્ટ હોવું જ જોઈએ - એવી તેઓની વિચારધારા છે. અને આને લીધે ક્યારેક કામ કરતાં કરતાં તેઓ ગુસ્સે પણ થઈ જતા હતા. સ્વામીશ્રી એ કાર્યકરને સમજાવતાં કહે : 'ભાઈ, ગરમ થયે કંઈ ચાલે જ નહીં. ધરમનું કામ છે. હાથ જ જોડવા પડે. હાથ જોડીને કહીએ તો લોકો કરે. પ્રેમથી, હેતથી કહીએ તો સૌ પોતાનું માનીને કરે. નોકરચાકર પ્રત્યે પણ સારું વર્તન કરીએ તો એ બધા જ તમને ફૂલથી વધાવે, નહીં તો ધિક્કારે.'
પછી પેલા કાર્યકરની સામું જોઈને સ્વામીશ્રી કહે : 'તારી નિષ્ઠા સાચી, તારી ભાવના સાચી અને મહેનત પણ સાચી, પરંતુ કામ કરવાની રીત શીખી લેવી. ગુસ્સો કરવાથી કશું જ વળતું નથી, આબરૂ જાય અને લોકો ધિક્કારે. એના કરતાં મગજ શાંત રાખીને કાર્ય કરવું તો કામ પણ ઝડપી થશે. અને મહારાજ પણ રાજી થશે.'
અને ત્યારપછી વિદ્યાર્થીને સ્કૂલમાં જેમ આચાર્ય લેશન આપે એમ એ કાર્યકરને સ્વામીશ્રીએ કહ્યું : 'વરસમાં એવું કરી દે કે ગુસ્સો સાવ ઓછો થઈ જાય. ગુસ્સો આવે ત્યારે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કરવું.'
સ્વામીશ્રી શિક્ષક છે, પરીક્ષક છે અને સાથે સાથે ગાઈડ પણ છે. વ્યક્તિઓને પીડી રહેલા અંતઃશત્રુઓને કઈ રીતે મૅનેજ કરવા એ માટેના કુશળ વ્યૂહકાર પણ છે. માનવસંબંધોમાં સ્વામીશ્રી નિષ્ણાત છે. હ્યુમન મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને કઈ રીતે કાર્યને સફળતા સુધી લઈ જવું એ બાબતનો એક નાનો નિર્દેશ એ સ્વામીશ્રીના જીવનનો પોતીકો અનુભવ છે.
(૧૪-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Gadhadã II-55:
Besides Bhakti, My mind is Indifferent to Everything
“… In this way, I am able to perform all My activities only after realising them to be a form of bhakti to God. Besides the bhakti of God, My mind is indifferent to everything else…”
[Gadhadã II-55]