પ્રેરણા પરિમલ
ભલેને સામાન્ય હોય
સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ બપોરે આરામમાં જઈ રહ્યા હતા, ત્યારે નાનકડા ગામ દેદાદરાના એક ખેડૂત હરિભક્ત સ્વામીશ્રીને મળવા રૂમમાં પ્રવેશવા મથતા હતા. ત્યાં તો સ્વામીશ્રીની દૃષ્ટિ તેમના પર ગઈ. સ્વામીશ્રીએ તેમને આવકાર્યા, 'શું કંઈ કામ છે ?'
'બાપા, મારે કૂવો ક્યાં કરવો ?' નાનકડો એવો નકશો બતાવતાં તેમણે સ્વામીશ્રીને પૂછ્યું.
'તમે કોઈ જાણકારને બતાવ્યું છે ?'
'હા, એ અહીં બતાવે છે.' નકશામાં કૂવાના સ્થાનનો નિર્દેશ કરી તેમણે જણાવ્યું.
'ખેતરનો ઢાળ કઈ તરફનો છે ?' સ્વામીશ્રી તેમની વાતમાં ઊંડો રસ લેતા હતા.
'ઢાળ તો આમ છે.'
'તો પછી નીચે કૂવો કરીને પાણી ઉપર કઈ રીતે લઈ જશો ?' સ્વામીશ્રીનો પ્રશ્ન સાંભળી ખેડૂત વિચારમાં પડી ગયા. સ્વામીશ્રીએ રસપૂર્વક તે હરિભક્તનો સામાન્ય પ્રશ્ન સાંભળ્યો, માર્ગદર્શન આપ્યું, પછી જ આરામમાં પધાર્યા.
Vachanamrut Gems
Panchãlã-4:
When God is Present as a Human, does He Leave His Divine Abode Empty?
"… Therefore, God suppresses His own divine powers and gives darshan exactly like a human. But at the same time, He still remains present in His own abode. Only when God comes as a human are people able to do His darshan, touch Him, and offer the nine types of bhakti."
[Panchãlã-4]