પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૭
મુંબઈ, તા. ૨૫-૮-૧૯૬૯
સવારે સંતો આગળ વાત કરતાં યોગીજી મહારાજ કહે, 'આજે શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધાં. અમે વડિયા ગયા હતા. પછી ઉતારો કર્યો. પછી એક હરિભક્તને ત્યાં હું તથા શાસ્ત્રીજી મહારાજ રસોઈ કરવા ગયા. શાસ્ત્રીજી મહારાજ ત્યાં નાહવા પધાર્યા. પછી મેં ધાબળી એમને ઓઢાડી. પછી રસોઈ કરી સૌ જમ્યા. પછી હું ઘોડાગાડી બોલાવી લાવ્યો. તેમાં બેસીને બે માઈલ દૂર સ્ટેશને ગયા ને ત્યાં સ્ટેશને એક કલાક રોકાયા. હકાભાઈ સાથે હતા ત્યાં મારી આંખ ઊઘડી ગઈ...'
રાત્રે ઉકાળાપાણી પછી વરસાદના સમાચાર પૂછ્યા. રાજકીય સમાચાર પૂછ્યા. પછી ગુણવંતભાઈને બોલાવીને ટપાલના સમાચાર લીધા. ગુણવંત કહે, 'આપ આરામ કરો છો એટલે બધા બહુ રાજી થાય છે...' એ સાંભળી સ્વામીશ્રી બોલવા લાગ્યા, 'આપણે હજારો વર્ષ સેવા કરી, હજારો રૂપિયા મંદિરમાં સેવા કરાવી...' એમ આંખો બંધ કરીને બોલી રહ્યા હતા... 'ભજન કરી લેવું... ચોવીસ કલાક... સ્વામિનારાયણ, સ્વામિનારાયણ !'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-42:
God is Ever-Present in Akshardham
“Moreover, God – Purushottam – forever remains present in that Akshardhãm. His will always prevails. While remaining in Akshardhãm itself, He manifests in whatever form is required in whichever brahmãnd…”
[Gadhadã II-42]