પ્રેરણા પરિમલ
ક્યારે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થાય
એક વખત શાસ્ત્રીજી મહારાજ સારંગપુર બિરાજતા હતા ત્યારે અચાનક એમને વાની તકલીફ વધી ગઈ. ઘણી દવા કરાવી છતાં મટ્યું નહીં. એક દિવસ વાતવાતમાં એમણે કહ્યું : 'જો નારાયણદા આવી જાય ને ભક્તચિંતામણિ સંભળાવે તો મટી જાય.'
અટલાદરામાં પ્રમુખસ્વામી મહારાજને આ ખબર મળ્યા. તેઓ તરત જ નીકળી પડ્યા. મોડી રાત્રે ટ્રેન પકડી. પણ ટ્રેનના દરવાજા કોઈ ખોલે નહીં. અમદાવાદ સુધીનું ૧૦૦ કિલોમીટરનું અંતર ફૂટબોર્ડ ઉપર લટકતાં લટકતાં પસાર કર્યું. વરસાદની ઝડીઓ વરસતી હતી, પવનના ઝપાટા સાથે કોલસાની ઝીણી ભૂકી આંખોમાં ભરાતી હતી, પરંતુ સ્વામીશ્રીના અંતરમાં એક જ લગન : ક્યારે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થાય ! અમદાવાદથી ભાવનગરની ટ્રેન વરસાદના કારણે બંધ હતી. આથી વિરમગામ, સુરેન્દ્રનગર થઈ બોટાદ સ્ટેશને સાંજે ચાર વાગે ઊતર્યા. બોટાદથી સારંગપુર તેર કિલોમીટર દૂર છે. પણ કાદવ ખૂંદતાં, કેડ સમાં ધસમસતાં પાણીમાં નાળાં પસાર કરતા નીકળી પડ્યા. આગળ જતાં રસ્તો ભૂલ્યા. એક ભરવાડે એ બતાવ્યો. જેમ તેમ કરી સારંગપુર પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજની રૂમમાં પ્રવેશ્યા. અને એમને જોતાંવેંત, 'અહોહો ! તમે ક્યાંથી !' કહેતાં શાસ્ત્રીજી મહારાજ એમને એમ ભીના કપડે ભેટી પડ્યા.
Vachanamrut Gems
Kãriyãni-9:
Realising the Greatness of Devotees of God
"… In fact, one who realises the greatness of God looks upon even animals, trees, shrubs, etc., which have come into contact with God as equivalent to demigods. If that is so, what can be said of those people who are engaged in the bhakti of God, abiding by religious vows, and chanting the name of God? He would certainly look upon them as equivalent to demigods and would not think ill of them."
[Kãriyãni-9]