પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી અને સંતોઃ ૫
૧૯૮૮ના સાલની સ્વામીશ્રીની વિદેશયાત્રામાં નિર્ભયસ્વરૂપ સ્વામી અંગત સેવામાં હતા. એક દિવસ એટલાન્ટામાં આખા દિવસના ભરચક કાર્યક્રમથી સ્વામીશ્રી ખૂબ થાકી ગયા હતા. સાથેના સંતો પણ થાક્યા હતા. રાત્રે લગભગ સાડા બાર પછી સ્વામીશ્રી આરામમાં પધાર્યા. નિર્ભયસ્વરૂપ સ્વામી સ્વામીશ્રીના પલંગ પર બેસી એમનું શરીર દાબતા હતા. સ્વામીશ્રી થોડી વારમાં પોઢી ગયા. આખા દિવસના થાકને લીધે નિર્ભય સ્વામી સ્વામીશ્રીની કેડ પર જ માથું ટેકવીને ક્યારે નિદ્રાવશ થયા એની એમને પોતાને જ ખબર ન રહી.
રાતના સ્વામી પડખું ફેરવવા ગયા ત્યારે એમને ખ્યાલ આવી ગયો હશે કે નિર્ભય સ્વામી કેડ ઉપર માથું ટેકવીને સૂઈ ગયા છે. એટલે ધીમેથી સહેજ પડખું ફેરવીને એમણે નિર્ભય સ્વામીનું માથું ખૂબ હળવાશથી પોતાના બે હાથમાં લઈને, નિર્ભય સ્વામી જાગી ન જાય એની સાવધાનીભરી કાળજી લઈને પલંગ પર જ ગાદલા ઉપર ટેકવી આપ્યું. સહેજ સળવળાટ થતાં નિર્ભય સ્વામી જાગી ગયા. પણ સ્વામીશ્રીએ પોતે સહેજ આઘા ખસીને પ્રેમથી નિર્ભય સ્વામીને કહ્યું : 'થાક્યો લાગે છે. લે, અહીં જ સૂઈ જા.'
સ્વામીશ્રીનો સંતો માટેના વાત્સલ્યભાવની ઘણી વાતોમાંથી એકની નોંધ અહીં કરી લઈએ.
Vachanamrut Gems
Loyã-2:
Realisation of One Who is Wise
"… So, one who is wise realises, 'God appears like a human, but, in fact, He is the cause of all and the creator of all; He is all-powerful.' "
[Loyã-2]