પ્રેરણા પરિમલ
કેટલાક સત્સંગીઓ એવા...
કેટલાક સત્સંગીઓ એવા હોય છે કે તેમને મંદિરમાં થતી ભક્તોની ભીડથી કંટાળો ચડે છે. અને એટલે જ તેઓ મંદિરે દર્શને આવવાનું ટાળતાં હોય છે. ન્યૂજર્સીમાં એડિસન ખાતે સ્વામીશ્રીની મુલાકાત દરમ્યાન એક ચુસ્ત સત્સંગીનો એવો જ સુપુત્ર આવ્યો. સંતોએ સ્વામીશ્રીને કહ્યું : 'આ દર્શને આવે છે પણ સભામાં આવતો નથી. એને કહીએ તો કહે છે કે ગિરદી નથી ગમતી.'
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ વાત્સલ્યપૂર્વક તેને કહ્યું : 'આખા અમેરિકામાં કેટલી ગિરદી છે ! તારા સ્ટોરમાં પણ ગિરદી થાય તો ઘરે પાછો જતો રહે છે કે ગિરદી જોઈને રાજી થાય છે ? એમ, આ ભક્તોની ગિરદીમાં તો રાજી થવું. માટે મંદિરે સત્સંગ સભામાં આવવું જ.'
(તા. ૨૪-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-26:
Perceiving Flaws in Others Hindrance Guaranteed
“Moreover, no matter how great he may be, if a person perceives flaws in others and virtues in himself, he will certainly encounter hindrances on the path of liberation…”
[Gadhadã II-26]