પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૫
મુંબઈ, તા. ૨૨-૮-૧૯૬૯
બપોરના કથાપ્રસંગમાં વચનામૃત સારંગપુર પ્રકરણનું ત્રીજું વંચાવતા - મુક્તાનંદ સ્વામીની વાત આવી, 'જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા ને ભગવાનનું માહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી...' આ વાત ઉપરથી યોગીજી મહારાજ કહે, 'અમે સં. ૧૯૬૯માં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. સ્વામી સં. ૨૦૦૭માં ધામમાં ગયા. ત્યાં સુધી ૩૮ વર્ષ સુધી સ્વામીની એકધારી આજ્ઞા પાળી રાજી કર્યા !' એમ મુક્તાનંદ સ્વામીના મિષે પોતાની વાત સહેજે કરી. કથાપ્રસંગમાં બીજી પણ ઘણી વાતો કરી. પછી કહે, 'ડૉક્ટરે (બોલવાની) ના પાડી છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
What is the Atma Like?
“… What is that ãtmã like? Well, within it there are no hindrances either of mãyã or the entities evolved from mãyã, i.e., the three gunas, the body, the indriyas and the antahkaran. Whatever hindrances do seem to be in the ãtmã are, in fact, due to ignorance…”
[Gadhadã II-57]