પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી પત્ર વાંચવામાં...
સ્વામીશ્રી પત્ર વાંચવામાં તલ્લીન હતા અને એવામાં હરિ નામનો એક બાળક સ્વામીશ્રી પાસે આવી ગયો. પત્ર વાંચી રહેલા સ્વામીશ્રીને કહેઃ 'બાપા ! મારે એક વાત કહેવી છે.'
'એક શું કામ, બે કરને !' પત્ર વાંચી રહેલા સ્વામીશ્રી માટે આમ તો આ બાળક ખલેલરૂપ હતો, પરંતુ સ્વામીશ્રીએ એ બાળકને નિરાશ ન કર્યો. એની વાતમાં તરત ભળી ગયા. એની વાત સાંભળવા માટે સ્વામીશ્રીએ ચશ્માં ઉતારી નાખ્યા. પત્ર એક બાજુ મૂકી દીધો અને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. હરિ માંડ માંડ ગુજરાતી બોલતો હતો. અંગ્રેજી છાટવાળા એના ગુજરાતીમાં સ્પષ્ટ સંભળાય એવો કોઈ એક શબ્દ હોય તો એ હતો - ભગતજી મહારાજ. 'ભગતજી મહારાજ ચૂરમું જમી ગયા' - એ પ્રસંગ હરિએ જેવો અને જેટલો આવડતો હતો એટલો સ્વામીશ્રીને કહી સંભળાવ્યો.
સ્વામીશ્રી પણ એ ચૂરમાવાળા પ્રસંગને ધ્યાનથી સાંભળતા રહ્યા. 'ચૂરમું' અને 'ભગતજી મહારાજ' આ બે શબ્દોને લીધે સ્વામીશ્રી આખો પ્રસંગ પકડી શક્યા અને છતાં હરિના આખા પ્રસંગને સ્વામીશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યો.
હરિએ પ્રસંગ પૂરો કર્યો. સ્વામીશ્રીએ એને નજીક બોલાવ્યો. હસતાં હસતાં આશીર્વાદ આપીને રમૂજ કરતાં કહેઃ 'હરિ! તારે એવું કરવું ઘરમાં, અને પછી સંતાઈ જવું.'
બાળકોને આ રીતે પ્રેમ અને હૂંફ આપીને પ્રોત્સાહિત કરવાની, સત્સંગથી અભિમુખ કરવાની સ્વામીશ્રીની કળા અદ્ભુત છે.
(તા. ૨-૫-૨૦૦૪, રવિવાર, લંડન)
Vachanamrut Gems
Amdãvãd-3:
A True Servant is a Humble Servant
“Yet, it appears to Me that an egotistical servant will not be liked by anyone. To have an egotistical servant serve one is like when during a famine, even the rich survive by eating kodrã; having an egotistical servant to serve one is similar to this. The master is not as pleased with an egotistical servant as much as he is with a humble servant. Therefore, he who does whatever pleases the master is a true servant.”
[Amdãvãd-3]