પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી અને સંતોઃ ૧
જ્યારે જ્યારે સ્વામીશ્રી સારંગપુર પધારે ત્યારે એ અને સંત સ્વામી અરસપરસ અચૂક દંડવત્ પ્રણામ કરે. પરંતુ સને ૧૯૯૦માં જ્યારે સ્વામીશ્રી સારંગપુર પધાર્યા ત્યારે સંત સ્વામી કેડના મણકાના અત્યંત દુખાવાના કારણે ઊભા પણ રહી શકતા ન હતા. એટલે સ્વામીશ્રીએ અગાઉથી એમને દંડવત્ પ્રણામ ન કરવાનું કહેવડાવ્યું. પ્રમુખસ્વામીએ તો પાસે જઈને દંડવત્ પ્રણામ કર્યા જ. એક વડીલ સંત પ્રત્યે આવું માન દાખવતા સ્વામીશ્રી કોના હૈયે ન વસે ?
તો સને ૧૯૮૫માં સંત સ્વામીની તબિયત બગડી ત્યારે એમની સારવાર માટે સ્વામીશ્રીએ એમને મુંબઈ તેડાવ્યા. સ્વામીશ્રી દરરોજ સંત સ્વામીની ખબર કાઢવા જતા. એક દિવસ સ્વામીશ્રી શરતચૂકથી ઉપલા માળે ઉતારે પહોંચી ગયા. સ્મૃતિ થતાં તરત પાછા નીચે ઊતરીને સંત સ્વામીની ખબર કાઢી. આવું છે સ્વામીશ્રીનું વડીલ સંતો પ્રત્યેનું માનભર્યું વર્તન.
Vachanamrut Gems
Loyã-1:
Method of Totally Uprooting Lust
"… However, the method for totally uprooting even the most vicious form of lust is to fully understand the greatness of God."
[Loyã-1]