પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૮
મુંબઈ, તા. ૩૦-૯-૧૯૬૯
આગલા દિવસથી પારલા-જૂહુ સ્કીમમાં દક્ષિણ આફ્રિકાવાળા રજનીકાંતભાઈ પટેલના બંગલે આરામ માટે પધાર્યા. મુંબઈમાં રહેતા એમના સાળા કનુભાઈ અમીને બધી વ્યવસ્થા કરી હતી.
બપોરે જમતાં પહેલાં મકાનમાં જુદા જુદા ઓરડા, કમ્પાઉન્ડ તથા બાગમાં વ્હીલચૅર-ખુરશીમાં બેસીને ફર્યા. પછી જમવા બિરાજ્યા. એવામાં શ્રી કેશવચંદ્ર અમીન દિલ્હીથી હરિભક્તોના પત્રો, ફળફળાદિ તથા સમાચાર લઈને પધાર્યા. યોગીજી મહારાજ બહુ રાજી થયા. દૂરદૂરના હરિભક્તો પત્રો દ્વારા સ્વામીશ્રીને મળે એમાં પણ એમને બહુ આનંદ જણાતો.
અહીં આગળ ખાસ કોઈ સંતો, હરિભક્તોને આવવાની છૂટ રાખી ન હતી. એમાં પણ જમતી વખતે તો કોઈ સાથે બેસે જ નહિ. નહિ તો સ્વામીશ્રી પોતાની ટેવ મુજબ બીજાને જમાડે, પણ પોતે કશું જમે જ નહિ.
સ્વામીશ્રીએ શ્રી કેશવચંદ્ર અમીનને જમીને જવા કહ્યું. શિસ્તના આગ્રહી શ્રી અમીને કહ્યું કે હું અત્યારે નથી જમતો. પોતાના હાથનું લટકું કરતા સ્વામીશ્રી એકદમ બોલ્યા, 'જમવું પડશે. આડા સૂશું !' એમ આગ્રહ કરી પ્રસાદી આપી જમાડ્યા. બીજાના સુખમાં જ સ્વામીશ્રીએ પોતાનું સુખ માનેલું હતું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-55:
I am always Cautious
“In addition, a thought also remains within My heart that I am the ãtmã, distinct from the body; I am not like this body. Also, My mind is always cautious, lest a portion of mãyã in the form of rajogun, tamogun, etc., infiltrate My ãtmã! In fact, I am constantly vigilant of that.”
[Gadhadã II-55]