પ્રેરણા પરિમલ
પંચવર્તમાનના આગ્રહી
પ્રમુખસ્વામી મહારાજના વર્તમાનપાલનની આશ્ચર્ય પમાડે એવી ઘટના મુંબઈના દાદર સ્ટેંશનના પુલ ઉપરના અનુભવની છે.
યોગીજી મહારાજ એક વખત મુંબઈમાં બિરાજતા હતા. સ્વામીશ્રી વહેલી સવારની ગાડીમાં બહારગામથી આવ્યા. યોગીજી મહારાજ પૂજા કરી ઉકાળો લેવા પધાર્યા ત્યારે એમણે કહ્યું : 'પ્રમુખસ્વામીને ઉકાળો લેવા બોલાવો.'
સેવકે કહ્યું : 'પ્રમુખસ્વામી પૂજા કરે છે, એમને મોડું થશે એટલે આપને ઉકાળો લઈ લેવા કહ્યું છે.' યોગીજી મહારાજે ફરીથી એક યુવકને મોકલ્યો અને કહેવડાવ્યું : 'ભલે આપને મોડું થાય. પ્રમુખસ્વામી આવ્યા પછી જ અમે ઉકાળો લઈશું.'
યુવકે સ્વામીશ્રીને જઈને વાત કરી તો જાણવા મળ્યું કે એમને ઉપવાસ હતો. તેમના સેવકે કહ્યું : 'સવારે દાદરના પુલ ઉપરથી આવતાં ભીડમાં પોતાનું વસ્ત્ર કોઈ સ્ત્રીને અડી ગયું છે એવી એમને શંકા છે, તેથી તેમને ઉપવાસ ન કરવા ઘણી વિનંતી કરી છતાં ઉપવાસ કર્યો છે. તેથી તેઓ ઉકાળામાં નહીં આવે.' આ તો એક માત્ર શંકા હતી છતાં સ્વામીશ્રીએ ઉપવાસ કર્યો. નિયમ-પાલનની આવી ચુસ્તતા બીજે ભાગ્યે જ જડે.
Vachanamrut Gems
Loyã-1:
The Only Remedy for Perceiving Flaws in the Sant
"On the other hand, when he intensely perceives virtues in that Sant, then if that Sant has been hurt in any way, he would please him with absolute humility. If this type of thought remains in a person's heart, then even if he has perceived flaws in the Sant, they would still be overcome, and he would not fall from Satsang. Apart from that, there is no other remedy; that is the only remedy."
[Loyã-1]