પ્રેરણા પરિમલ
નિયમોનું પાલન
પ્રમુખસ્વામી મહારાજે શ્રીજીમહારાજે પ્રબોધેલા નિયમમાં કદી બાંધછોડ કરી નથી. વિકારનું આલંબન કદી ન બને એવી વયની વ્યક્તિની બાબતમાં પણ એમણે નિયમનું ચુસ્તપણે પાલન કર્યું છે. સને ૧૯૮૬માં સ્વામીશ્રીએ ગઢડામાં દાદાખાચરના વંશજ કનુભાઈ ખાચરના ભવનમાં પધરામણી કરી હતી. એમને ત્યાં સ્વામીશ્રીએ બે બાળકોને વર્તમાન ધરાવ્યાં. ગળામાં કંઠી પહેરાવી અને પછી વિશેષ રસ લઈને એક બાળકને પૂછ્યું : 'તારું નામ શું ?' 'સુરુભા.' બાળકે જવાબ આપ્યો.
સ્વામીશ્રીએ પ્રસન્ન થઈને એના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી બીજા બાળકને એનું નામ પૂછ્યું. જવાબ મળ્યો : 'દેવકુબા.'
સ્વામીશ્રીને એકાએક એક આંચકો લાગ્યો. સ્વામીશ્રીના મુખારવિંદ પરની રેખાઓ બદલાઈ ગઈ. તત્કાળ એ કશું ન બોલ્યા. બાળકોના પિતા કનુભાઈને આશીર્વાદ આપ્યા પછી સ્વામીશ્રીએ વિદાય લીધી. અને પછી વાહનને ઘેલા નદીના ઘાટ તરફ લેવા સૂચના આપી. સ્વામીશ્રીએ ઘેલા નદીમાં તમામ વસ્ત્રો સાથે સ્નાન કર્યું. એ પછી મંદિરે પધાર્યા ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. સંતોએ ભોજન માટે વિનંતી કરી. પરંતુ તે દિવસે દેવકુબા - ફક્ત ત્રણ કે ચાર વર્ષની બાળકીનો સ્પર્શ થયો હોવાથી સ્વામીશ્રીએ ઉપવાસ કર્યો. કેવળ અકસ્માત હતો પરંતુ સ્વામીશ્રી નિર્ણયમાં અફર રહ્યા. રાત્રે સાદું પાણી તો શું, દવા પણ ન લીધી!
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Vairagya
"Now, if a person with the highest level of vairãgya were to come across women and other worldly objects even in solitude, he would not be enticed. Such a person can be considered to be one with the highest level of vairãgya."
[Loyã-1]