પ્રેરણા પરિમલ
ગઢપુરમાં વિક્રમ સંવત ૧૮૮૨ની જેઠ સુદ પૂનમે
ગઢપુરમાં વિક્રમ સંવત ૧૮૮૨ની જેઠ સુદ પૂનમે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવ્યા અને કહ્યું: ''જૂનાગઢમાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે તે હવે ત્યાં જઈ કામ ચાલતું કરો.''
એમ કહી શ્રીજીમહારાજે પોતાની પાઘ સ્વામીને માથે પહેરાવીને બોલ્યાઃ ''જે તમારી સાથે જૂનાગઢ આવશે, તેની કરોડ જન્મની કસર અમે એક જ જન્મમાં ટાળી નાંખીશું.''
થોડા દિવસ પછી મોટા સંતોને બોલાવીને શ્રીહરિએ કહ્યું: ''આપણે દરેક મંદિરના મહંત નીમ્યા હતા. તે વખતે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હતું કે જૂનાગઢ મંદિરના મહંત વિચારીને નીમજો. કારણ ત્યાં નવાબી રાજ્ય છે અને રાજ્યના નાગર અમલદારો સંપ્રદાયની વિરુદ્ધ છે. તેથી જેવા તેવા મહંત ત્યાં નભશે નહીં અને વારંવાર ફેરવણી કરવી પડશે.' માટે આજ તો આપણે જૂનાગઢ મંદિરના મહંત નીમી જ દઈએ.''
એમ કહી શ્રીહરિ સંતોની સભામાં જઈને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને પોતાના કંઠમાં જેટલા હાર હતા તે બધા જ સ્વામીને પહેરાવીને બોલ્યાઃ ''આ જૂનાગઢના મહંત!'' સ્વામીએ હાથ જોડી વિનમ્રતાથી મહંતાઈનો અસ્વીકાર કર્યો.
શ્રીજીમહારાજે કહ્યું: ''તમે મૂંઝાશો નહીં. આ ગોપાળાનંદ સ્વામી તમારું કામ ચલાવશે. રાજા તો આવા જ જોઈએ, પણ કામ કારભારી કરે. આ ગોપાળાનંદ સ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી અને પરમાનંદ સ્વામી એ ત્રણ તમારા કારભારી!'' એમ કહી મહારાજે પોતાની પાઘ સ્વામીને માથે મૂકી આશીર્વાદ આપ્યા.
તે વખતે સભામાં બેઠેલા પીપલાણાના કુરજી દવેને શ્રીજીમહારાજે કહ્યું: ''કુરજી દવે! જ્યારે રામાનંદ સ્વામી ભૂજથી પીપલાણા પધાર્યા, ત્યારે તે સંદેશો લઈ તમે લોજ આવ્યા હતા. તે સંદેશાના વધામણામાં અમે તમને કહ્યું હતું, 'અમે તમને અમારું અક્ષરધામ આપીશું.' તે સાંભરે છે?''
કુરજી દવેએ કહ્યું : ''હા, મહારાજ!''
શ્રીજીમહારાજ બોલ્યાઃ ''લ્યો, આ ગુણાતીતાનંદ સ્વામી- અમારું અક્ષરધામ તે તમને બક્ષિસ આપીએ છીએ. સોરઠ પ્રદેશના સત્સંગીઓને અમારું સુખ અમે યથાર્થપણે આપી શક્યા નથી; તેથી આ સાધુ જે અમારું સર્વસ્વ છે, અમારું અક્ષરધામ છે, તે તમારા સોરઠ દેશને અમે કૃષ્ણાર્પણ કરીએ છીએ. તેમની સેવા કરશો તો તમારું કામ થઈ જશે.''
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Spiritual Discourses with Faith and Love
Thereafter, Shriji Mahãrãj said, "Regardless of how lustful, angry, greedy or lewd a person may be, if he listens to these types of discourses with faith and love, all of his flaws would be eradicated…"
[Kãriyãni-12]