પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-3-2017, સારંગપુર
સ્વામીશ્રી મંદિરે દર્શન કરીને નીચે પોડિયમ પર પધાર્યા. એક વિદ્યાર્થીએ પ્રાર્થના કરતાં કહ્યું : ‘અમે સારામાં સારી તૈયારી કરી શકીએ, એવા આશીર્વાદ આપશો.’
તે બાળકે કરેલી પ્રાર્થનાના શબ્દોથી રાજી થતાં સ્વામીશ્રી કહે : ‘તૈયારી કરી શકીએ એવું માગ્યું, કેવળ આશીર્વાદ નહીં.’
‘અમે ડગલું માંડ્યું ને તમે આવી મળ્યા રાજ’ - સ્વામીશ્રી સમજાવે છે કે તમે પુરુષપ્રયત્ન તો કરો, અમારા આશીર્વાદ તમારા ઉપર આપોઆપ વરસી પડશે.
Vachanamrut Gems
Panchãlã-3:
Intelligence Without Introspecting on One's Flaws
"… On the other hand, someone may appear to be very intelligent, but if he does not introspect over his own flaws, then his intelligence should be known to be merely worldly…"
[Panchãlã-3]