પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૫
મુંબઈ, તા. ૧૪-૯-૧૯૬૯
યોગીજી મહારાજને પગે કળતર રહેતું. એટલે સંતો સંધ્યા આરતી પછી સ્વામીશ્રીને પગે અને પીંડીએ માલિશ કરતા. ત્યારે પણ સ્વામીશ્રી કંઈ ને કંઈ પ્રસંગ કાઢી વાતો કરે-કરાવે. આજે કહે, 'ભગતજી મહારાજનું જીવનચરિત્ર વાંચીએ છીએ, બહુ મજા આવે છે. આચાર્ય મહારાજ પધાર્યા અને સાતસો સાધુઓ સાથે હતા. તંબુ તાણ્યા હતા. એ બધી વાત આવી... પછી ભગતજી મહારાજને વિમુખ કર્યા હતા... છતાં એમનું સીધું, દૂધ, દહીં બધું લીધું એ વાત આવી... આંખમાં આંસુડાં આવી ગયાં, બહુ અપમાન થયું... (ભગતજી મહારાજનું) એ પ્રસંગ આવ્યો હતો...'
પછી ઉકાળો પીને ઢોલિયા ઉપર બેઠા હતા ત્યારે દવા લેતાં લેતાં કહે, 'મહારાજના વખતમાં આવું કાંઈ નહિ, પાંચસો પરમહંસો હતા, બધા ઓઘામાં સૂઈ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી કાંઈ દવા લેતા નહોતા. ભગતજી મહારાજ પણ નહોતા લેતા. શાસ્ત્રીજી મહારાજ પણ કોઈ દિવસ નહિ. શાસ્ત્રીજી મહારાજની બહુ વિશાળ દૃષ્ટિ. બધાંને નભાવવા ઉપર તાન. એ વગર આવાં મોટાં મંદિરો થાય નહિ. બહુ વિશાળ દૃષ્ટિ...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-20:
Not Associating with Evil Influences, Regardless of One's High Understanding
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.
[Vartãl-20]