પ્રેરણા પરિમલ
પ્રેમ અને નિષ્ઠાને સદા બિરદાવે
કોઈ ઉમળકાથી સેવા લખાવવા આવે ત્યારે હરિભક્તની નિષ્ઠા જોઈ સ્વામીશ્રીને આનંદ જરૂર થાય. પણ સેવા લખાવનાર એ હરિભક્તની સ્થિતિનો વિચાર કર્યા વગર સ્વામીશ્રી ન રહે. એના રોજિંદા વ્યવહારમાં એ ભક્ત જરા પણ તકલીફમાં ન મુકાય એની સ્વામીશ્રીને ભારે કાળજી. એ હરિભક્તની નિષ્ઠાને ખૂબ પ્રેમથી બિરદાવે પણ એની સેવાની રકમ આગ્રહપૂર્વક ઓછી કરાવે. એક વખત એક સામાન્ય સ્થિતિના હરિભક્ત સેવા લખાવવા આવ્યા. સ્વામીશ્રીએ એમની આવક અંગેની વિગત પૂછી. હરિભક્તે જવાબ આપ્યો : 'ભિક્ષા માગીને ગમે તેમ કરીને પૂરા કરીશ.' એમની ભાવના જોઈને સ્વામીશ્રી રાજી થયા. પણ એમણે એ ભાઈની સેવાની રકમ તો ઓછી જ કરાવી નાખી.
રાજકોટ મંદિરની સેવા નોંધાતી હતી ત્યારે વૃદ્ધ ડાહ્યાભગત આવ્યા. સ્વામીશ્રીએ પૂછ્યું : 'શું કરો છો ?'
ભગતે કહ્યું : 'કારખાનામાં પગી છું.' અને આગ્રહથી એમણે ૧૦૧ રૂપિયા લખાવ્યા. પ્રેમ અને નિષ્ઠાથી સેવાનો આગ્રહ કરનારને સ્વામીશ્રી શી રીતે રોકે ? એમણે ભગતની નિષ્ઠા અને સેવાને પ્રેમપૂર્વક બિરદાવ્યાં.
Vachanamrut Gems
Loyã-2:
The Cause and the Effect
Thereupon Brahmãnand Swãmi asked, "That which is the cause should be greater than its effect. Why, then, does a large tree arise from the seed of a banyan tree, which is small?"
Shriji Mahãrãj replied, "A cause may be small and subtle, yet it is still capable of producing a vast effect - that is the cause's greatness…"
[Loyã-2]