પ્રેરણા પરિમલ
માનવતાથી ભર્યું હૈયું
ઈ.સ. ૧૯૮૮માં વિદેશયાત્રાએ જતાં પહેલાં સ્વામીશ્રી નવ દિવસ માટે મુંબઈ રોકાયા હતા. વિદેશ જતાં પહેલાં અનેક કાર્યો પતાવવાનાં હોય, હરિભક્તો સતત મળવા માટે આવ્યા કરતા હતા. વળી, દુષ્કાળ રાહતની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ હતી એટલે એ બાબતે માર્ગદર્શન આપવાના કાર્યમાં પણ સ્વામીશ્રી ઠીક ઠીક વ્યસ્ત હતા. આ બધી ભરચક પ્રવૃત્તિઓમાં નવ દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર ન રહી. તા. ૭નું વહેલી સવારનું પ્લેન હતું તેથી વહેલી સવારે ત્રણ વાગે ઊઠવાનું હતું તેમ છતાં તા. ૬ની રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી એ વ્યક્તિગત મુલાકાતો આપી રહ્યા હતા. અંતે સૂવા જતા હતા ત્યાં મોડી રાત્રે લેટરપેડ મંગાવ્યું અને ત્રિગુણભાઈ ભટ્ટ પર પત્ર લખવા બેઠા. ત્રિગુણભાઈ મુંબઈના મધ્યમ સ્થિતિના હરિભક્ત. તેમની બંને કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. એ છેલ્લા શ્વાસ લેતા હતા. સ્વામીશ્રી એમને મળવા હૉસ્પિટલ જવા ઘણા આતુર હતા. પણ શ્વાસ લેવાની પણ ફુરસદ ન હોય એવા ભરચક કામમાં એ ગળાબૂડ હતા એટલે એ જઈ શક્યા નહોતા. અને એનો એમના મનમાં ઘણો વસવસો હતો. ઘણો રંજ હતો. એટલે અત્યારે મોડી રાત્રે થોડો અવકાશ મેળવીને પત્ર લખ્યો - 'પ. ભ. ત્રિગુણભાઈ, અમે આવી ન શક્યા. માફ કરશો...'
કેવી લાગણી ! માનવતાથી ભર્યું ભર્યું હૈયું નીતરી રહ્યું હતું.
Vachanamrut Gems
Kãriyãni-12:
The Best Method to Stabilise the Mind
"… Thus, one should listen to the discourses of Purushottam Nãrãyan with faith and love. There is no better method to stabilise the mind and to free it of the desires for vishays."
[Kãriyãni-12]